જામનગર જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાના પદાધિકારીઓની નિમણુંક

  • July 03, 2021 11:23 AM 

જિલ્લાના તમામ મોરચાઓમાં પદાધિકારીઓની સંરચનાનું કાર્ય પૂર્ણ: રમેશ મુંગરા

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા દ્વારા જિલ્લાના શિર્ષસ્થ્ નેતૃત્વ સાથે પરામર્શ કરી યુવા મોરચો, મહીલા મોરચો, બક્ષીપંચ મોરચો, કિશાન મોરચો, અનુ.જાતિ મોરચો તથા લઘુમતિ એમ તમામે તમામ છ મોરચાઓના 16-16 પદાધિકારીઓની નિમણુંકની જાહેરાત કરેલ છે.

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા દ્વારા જાહેર કરાયેલ મોરચાના તમામ પદાધિકારીઓને સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઇ જાની, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નયનાબેન પરમાર, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઇ શાપરીયા, મેઘજીભાઇ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, વલ્લભભાઇ ધારવીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો ચંદ્રેશભાઇ પટેલ, ડો.પી.બી.વસોયા, સૂર્યકાંતભાઇ મઢવી, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રીઓ દિલીપસિંહ ચુડાસમા, ડો.વિનોદ ભંડેરી, મનોજભાઇ ચાવડીયા, ચેતનભાઇ કડીવાર સહિતના આગેવાનોએ અભિનંદન પાઠવેલ છે.

જેમાં યુવા મોરચાના જિલ્લાના હોદેદારોમાં પ્રમુખ તરીકે કાલાવડના ભુમીત વલ્લભભાઇ ડોબરીયા તથા મહામંત્રી ગીરીરાજસિંહ બકુલસિંહ જાડેજા, ધ્રોલના આશિષ હંસરાજભાઇ પરમાર તેમજ લઘુમતિ મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે લાલપુર તાલુકાના જાહીદ જુમાભાઇ મલેક અને મહામંત્રી તરીકે કાલાવડના મુર્તુઝા મનસુરઅલી સાદીકોટ અને સિકકાના આદમ જુમાભાઇ હુંદડાનો સમાવેશ થાય છે.

કિશાન મોરચાના જિલ્લાના હોદેદારોમાં પ્રમુખ તરીકે જામનગર તાલુકાના પ્રદિપસિંહ જશુભા જાડેજા તથા મહામંત્રી તરીકે જામનગર તાલુકાના શાંતિલાલ દેવરાજભાઇ નસીત અને લાલપુર તાલુકાના વિનોદભાઇ ગોવાભાઇ સોનગરા, જયારે બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે લક્ષમણભાઇ રાજશીભાઇ ખુટી અને મહામંત્રી તરીકે ડાભાઇ હકાભાઇ વેશરા અને કેસુરભાઇ ભાયાભાઇ ચાવડાનો સમાવેશ થાય છે.

મહીલા મોરચા જિલ્લાના હોદેદારોમાં પ્રમુખ પદે કાજલબેન જમનભાઇ સંઘાણી અને મહામંત્રી તરીકે ક્રિષ્નાબા વિરેન્દ્રસિંહ જાડેજા અને અણાબેન જયેશભાઇ બાથાણી તેમજ અનુ.જાતિ મોરચાના જિલ્લા હોદેદારોમાં પ્રમુખ ભીમજીભાઇ કારાભાઇ મકવાણા, મહામંત્રી તરીકે પ્રવિણભાઇ કાનજીભાઇ ચૌહાણ અને મનસુખભાઇ દાનાભાઇ મકવાણાનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS