કોરોનાની સારવાર માટે ડીઆરડીઓની દવાને મંજૂરી : ઓક્સિજનની જરૂર ઓછી થશે

  • May 08, 2021 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શનિવારે એક રાહતના સમાચાર મળ્યા છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ડીસીજીઆઈએ કોરોનાની સારવાર માટે વધુ એક દવાના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ દવાથી દર્દીઓને ઉપરથી ઓક્સિજન આપવાની જરૂર ઓછી થશે એવું કહેવામાં આવી રહ્યું છે.  

 

 

 

ડીસીજીઆઈએ કોરોના સામેના રાહત માટે ઈમરજન્સી ઉપયોગમાં લેવા મંજૂરી આપેલી દવા DRDOની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂકિલિયર મેડિસિન એન્ડ અલાયડ સાઇન્સ અને હૈદરાબાદ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી દ્વારા સયુંક્ત  રીતે તૈયાર કરવામાં આવી છે. આ દવાને હાલ 2-deoxy-D-glucose (2-DG) નામ આપવામાં આવ્યું છે અને તેના મેન્યુફેક્ચરિંગની જવાબદારી હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડી લેબોરેટ્રીઝને સોંપવામાં આવી છે. આ દવા દવાઓની ક્લિનિકલ ટ્રાયલ્સ સફળ સાબિત થઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS