જામનગરના બહુચર્ચિત યૌન શોષણ મામલે 2 આરોપીની ધરપકડ

  • July 13, 2021 08:54 PM 

-રવિ મોડાસિયા

સૌરાષ્ટ્ર અને રાજ્યમાં ખળભળાટ મચાવનાર મામલો જામનગરમાં બન્યો હતો...જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટના યૌન શોષણ મામલે પોલીસે અંતે ફરિયાદ નોંધી હતી...કલેકટર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીના રિપોર્ટ બાદ બે લોકો સામે આઈપીસી 354 (ક), 114 અને 506(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો...કોવિડ હોસ્પિટલના HR મેનેજર એલ.બી.પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો...પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી હતી...

 

ભરમાં ખળભળાટ મચાવનાર જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટના યૌન શોષણ મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધવામા આવી છે. કલેકટર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીના રિપોર્ટ બાદ કોવિડ હોસ્પિટલના HR મેનેજર એલ.બી.પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણ સામે આઈપીસી 354 (ક), 114 અને 506(2) મુજબ ગુનો નોંધવામા આવ્યો છે. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓે સકંજામાં લઈ કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે.

 

શું હતો સમગ્ર મામલો?


કોરોનાની બીજી  લહેર દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બે હજાર કરતાં વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા... જેમની દેખરેખ માટે 500 કરતાં વધુ અટેન્ડન્ટ્સની નિમણૂંક કરવામાં આવી હતી. આ અટેન્ડન્ટ્સ પૈકીની કેટલીક મહિલા અટેન્ડન્ટ્સ દ્વારા તેમના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરાયા હતા.... સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો...જો મહિલા અટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરવામા આવતી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરાયો હતો...

 

મહિલા પંચે ફરિયાદમાં વિલંબ થતાં આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી...


મહિલા એટેન્ડન્ટને ન્યાય મળે તે માટે જામનગરમાં અગ્રણી મહિલાઓ દ્વારા મહિલા પંચની રચના કરવામા આવી હતી... મહિલા પંચ દ્વારા જામનગર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મંગળવારે લાલ બંગલા સર્કલમાં ધરણા પણ યોજવામાં આવ્યા હતા...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS