આશ્રમની ડોક્ટરે જણાવી પોતાની આપવિતી : ૧૮ વર્ષની ઉંમરે ધર્મગુરુએ કરેલ શોષણની વાત કરી

  • November 13, 2020 01:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડાયરેકટર પ્રકાશ ઝા દ્વારા બનાવવામાં આવેલ વેબસીરીઝ આશ્રમ- ધ ડાર્ક સાઈડની બીજી સીઝન લોન્ચ થઈ ચુકી છે. પહેલી સીઝનની લોકપ્રિયતા બાદ દર્શકોને આતુરતાથી રાહ હતી કે ક્યારે બીજી સીઝન લોન્ચ થશે.

એક દિવસમાં જ લાખો દર્શકો મેળવનાર આ વેબસીરીઝમાં ડોકટરનો રોલ ભજવતી અભિનેત્રીએ વેબસીરીઝનાં લોન્ચ સમયે ભાવુક થતા પોતાની આપવિતી જણાવી હતી અને કહયું હતું કે માત્ર ૧૮ વર્ષની ઉંમરે આવા એ કહેવાતા ધર્મગુરુએ મારું શોષણ કરવાની કોશિશ કરી હતી જોકે તેમને સફળતા મળી નહોતી અને હું તેના સકંજામાંથી ભાગી છુટવામાં સફળ રહી હતી.

 

આ બાબતે અનુપ્રિયા ગોયેન્કાએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે મારો આખો પરિવાર તે ધર્મગુરુ ઉપર ખૂબ ભરોસો કરતો હતો. હું પણ તેમને ભગવાનની જેમ પૂજતી હતી. તેઓ ખૂબ સારી વાત કરતા અને અસરકારક ચીજો કહેતા. એક દિવસ તેમને તક મળી તો તેમને મારો લાભ લેવાની કોશિશ કરી. તે ઘટનાની અસર મારા મગજ ઉપર ઘણા સમય સુધી રહી હતી.

 

સૌભાગ્યવશ હું ત્યાંથી નીકળવામાં સફળ થઈ હતી. આ ઘટના બાદ મેં મારા ઉપર જ ભરોસો કરવાનો શરૂ કર્યો. છતાં પણ એ સ્થિતિ સામે લડવામાં મને ખૂબ મુશ્કેલ પડી હતી. હું વિચારી પણ નહોતી શકતી કે તે માણસ આ હદે ખરાબ હોઈ શકે.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application