ટંકારાના લજાઈ નજીક ઉઘરાણી બાબતે ૮ શખસોનો યુવાન પર હુમલો

  • March 06, 2021 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટંકારાની લજાઈ ચોકડી નજીક યુવાનને ધંધા માટે ઉછીના લીધેલ રૂપિયા યુવાને પાછા આપી દીધેલ હોવા છતાં ૨ શખ્સોને ઉધરાણી કરી અને ૮ શખ્સોએ જૂથ રચીને યુવાન તથા સાહેદને માર માર્યો હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ મોબીના રવાપર રોડ પર આવેલ નીતિન પાર્ક સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ જયંતીલાલ બરાસરા (ઉ.૩૨) એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી વિરમભાઇ રબારી પાસેથી ધંધા માટે હાથ ઉછીના રૂપિયા દોઢ લાખ લીધેલ હોય જે પરત આપી દીધેલ હોવા છતાં વિરમભાઇ રબારી અને વરૂણભાઈ જીવનભાઈ જીલરીયાએ ફરિયાદી પ્રદીપભાઈ પાસે મોબાઈલ ફોનમાં વધુ પૈસા આપવા માટે ધાક ધમકી ગાળો આપી અને ફરિયાદી પ્રદીપભાઈ તથા સાહેદો લજાઈ ચોકડી નજીક આવેલ ગુરુકૃપા હોટલ નજીક બેઠા હોય ત્યાં આરોપી વિરમભાઇ રબારી, વરૂણભાઈ જીલરીયા અને છ અજાણ્યા માણસોએ અલગ અલગ કારમાં જઈ ફરિયાદી પ્રદીપભાઈ તાથા સાહેદોને ગાળો આપી લાકડાના ધોકા જેવા હથિયાર ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી પ્રદીપભાઈ તથા સાહેદ ગૌતમભાઈને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી પ્રદીપભાઈને મુંઢ ઈજા તથા સાહેદ ગૌતમભાઈને હાથ પગ તથા કમરના ભાગે ફેકચર જેવી ગંભીર ઈજા કરી હોવાની ફરિયાદ પ્રદીપભાઈએ ટંકારા પોલીસમાં નોંધાવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS