બેડેશ્વરમાં નજીવી બાબતે દંપતી પર હુમલો

  • September 08, 2021 11:15 AM 

માર મારી ધમકી દીધાની મહિલાઓ સહિત પાંચ સામે ફરિયાદ

જામનગરના બેડેશ્વર એકડે એક બાપુ વિસ્તારમાં નજીવી બાબતે દંપતી પર હુમલો કરીને ધમકી દીધાની મહિલાઓ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જામનગરના બેડેશ્વરમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા તૈયબ હુસેનભાઇ સુમારી ઉમર વર્ષ 36 ના પત્ની સાહેદ સયનાબેન કુદરતી હાજતે જતા હતા અને આરોપી સદામ ત્યાં ઝાડીમાં લાકડા કાપતા હોય જેથી ફરિયાદીના પત્નીએ તેને ત્યાંથી જતું રહેવાનું કહેતા આરોપીએ ફરિયાદીને પત્નીને તું અહીંથી જતી રહે તેમ કહેતા તેણે ઘરે આવી આ બાબતે ફરિયાદી તથા તેમના પત્ની આરોપીના ઘરે સમજાવા ગયા હતા.

ત્યારે આરોપીએ તેંયબભાઈને તમે કેમ અહીં મારા ઘરે આવેલ છો હવે જીવતા નહીં જાઉં તેમ કહીને મારી નાખવાની ધમકી આપી તેમજ કુહાડીનો એક ઘા મારી તેમાં ફરિયાદી બચવા જતા હાથમાં ધા લાગ્યો હતો અને ફરિયાદીના પત્ની વચ્ચે પડતાં ઝપાઝપીમાં કુવાડીની ધાર અડી જતા નાકના ભાગે છરકો થયો હતો.

આ ઉપરાંત આરોપીઓએ તેયબભાઈને ઢીકા પાટો માર માર્યો હતો અને લાકડી વડે હુમલો કરીને અપશબ્દો બોલીને ફરિયાદી તથા સાહેદ સાથે ઝપાઝપી કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો.

ઉપરોક્ત બનાવ અંગે તૈયબ ભાઈ દ્વારા સીટી બી ડિવિઝનમાં ગઈકાલે બેડેશ્વર એકડે એક બાપુ વિસ્તારમાં રહેતા સદામ મામદ સુમારીયા, મામદ હુસેન સુમારીયા, કારી બેન સદામ સુમારીયા, હુસેના બેન મામદ સમારીયા અને રસીદાબેનની વિરુદ્ધ જુદી-જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS