BCCIએ લાગુ કર્યો નવો ફિટનેસ ટેસ્ટ : જાણો નવા નિયમો
BCCIએ લાગુ કર્યો નવો ફિટનેસ ટેસ્ટ : જાણો નવા નિયમો
January 23, 2021 01:27 AM 446 views
આંતરાષ્ટ્રિય ક્રિકેટમા વધતી જતી સ્પર્ધા અને મેચની સંખ્યાને ધ્યાનમાં રાખીને ખેલાડીઓ માટે માનસિક અને શારીરિક રીતે મજબૂત હોવું અનિવાર્ય થઇ રહ્યું છે. આ જ કારણ છે કે પોતાના ખેલાડીઓને આંતરાષ્ટ્રિય સ્તરે તમામ પરિસ્થિતિ સામે લડવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ ગંભીર બની છે. રમતવીરોની ફિટનેસ અને ક્ષમતા જાણવા માટે યો-યો ટેસ્ટનો નિયમ બનાવ્યો છે જ્યારે બીસીસીઆઈએ હવે તેમાં એક વધુ નવો ટેસ્ટ જોડી દીધો છે.
બીસીસીઆઈએ મુખ્ય ખેલાડીઓની સહનશક્તિ અને સ્ટેમિના માપવા માટે નવી ટેસ્ટીંગ રીત અપનાવી છે. તેના હેઠળ ટીમમાં મુખ્ય ખેલાડીઓને બે કિલોમીટરની દોડ હવે એક નિશ્ચિત સમયમા પૂર્ણ કરવાની રહેશે. નવા નિયમ અનુસાર ટીમમાં જગ્યા બનાવવાની કોશિશ કરીને યુવાઓ માટે યો યો ટેસ્ટ ઉપરાંત બે કિલોમીટરની દોડ ફરજીયાત કરવામાં આવી છે. આ દોડમા બોલરોએ ૮ મિનિટ અને ૧૫ સેકન્ડમા જીતવાનું રહેશે અને બેટ્સમેને, વિકેટ કીપર તેમજ સ્પિનરે ૮ મિનિટ અને ૩૦ સેકન્ડમા દોડ પુરી કરવાની રહેશે.