ભાજપ અગ્રણી બન્યા મસીહા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર પંથકના બંધાણીઓ માટે ત્રીજા ચોથા લોક ડાઉન તબક્કામાં ભાજપ અગ્રણી બન્યા મસીહા


કાળા બજાર કરતા વેપારીઓ સામે નહિ નફો નહીં નુકસાન ના અભિગમ થી હજારો  બંધાણીઓ ની તલપ  છીપાવી સાચા અર્થમાં માનવ ધર્મ નિભાવ્યો 


વાંકાનેર ભાજપના મોટા ગજાના તેમજ પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા બીડી સિગારેટ , તમાકુની પડીકીઓ નું નહિ નફો નહીં નુકસાન ના અભિગમ થી બંધાણીઓ ની વ્હારે આવ્યા હતા.


શહેરના પાન બીડીના વેપારીઓ દ્વારા કરવામાં આવતા કાળા બજાર કરતા હોય સોમાણી દ્વારા પાન બીડી નું નહિ નફો નહિ નુકસાન ના અભિગમ સાથે વેચાણ ચાલુ કરાયું હતું. રાહત દરે વેચાણ કરવામાં આવતા વાંકાનેર પંથકના બંધાણીઓ માટે સોમાણી જાણે ભગવાન સમાન બની વ્હારે આવ્યા હોત તેવી લાગણી અનુભવી હતી.


ચોથા લોક ડાઉન બાદ અનલૉક માં હવે બજાર માં સામાન્ય ભાવો થી પાન બીડી નું વેચાણ કરવા મજબૂર બન્યા છે.


લોક ડાઉન ના ત્રીજા ચોથા તબક્કામાં બીડીના ૨૦ રૂપિયાના ૧૪૦ અને માવા ના ૧૨ રૂપિયાના ૪૦ રૂપિયા સુધી લૂંટતા હતા તેની સામે સોમાણી એ માત્ર ૫૦ રૂપિયામાં ચાર માવા તથા ૫૦ રૂપિયામાં ત્રણ જુડી બીડી નું વિતરણ કરવામાં આવ્યું હતું.


ખરેખર સોમાણીએ બંધાણીઓ માટે મસીહા બની માત્ર સેવા ના આશયથી નિસ્વાર્થ ભાવે પાન બીડી નું વિતરણ કરાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS