ગીરસોમના જિલ્લામાં એક ડઝન બળવાખોરોને ભાજપની રૂખસદ

  • February 20, 2021 09:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પાર્ટી સામે બંડ પોકારી અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહેલા વર્તમાન અને પૂર્વ હોદેદારો મળી ૧ર ને જીલ્લા ભાજપ પ્રમુખે પક્ષમાંથી સસ્પેન્ડ કરેલ છે અને હજુ પણ ભાજપ પાર્ટીમાં રહી પક્ષ વિરોધી કરતા કાર્યકર હોદેદારોને સસ્પેન્ડ કરવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે. વેરાવળ પંથકના ૭, કોડીનાર વિસ્તારના ૩ તથા સુત્રાપાડા વિસ્તારના ર મળી કુલ ૧ર ને સસ્પેન્ડ કરાયેલ હોવાનું જણાવેલ છે.  

 

ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી લડવા સત્તાધારી ભાજપમાં રાફડો ફાટયો હોય અને અનેક આગેવાનો તથા મોટા ભાગના કાર્યકરોની ટીકીટ માટે દાવેદારી નોંધાવેલ પરંતુ ટીકીટ નહિં મળતા રોષે ભરાયા હોય અને પાર્ટીમાં વંચિત રહેલા આગેવાનો અને કાર્યકરોમાં ઉકળતો ચરૂ સામે આવ્યો હોય તેમ અનેક આગેવાનોએ પાર્ટી સામે બંડ પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવી દેતા રાજકારણ ગરમાયું છે. શિસ્તબધ્ધતા માટે પ્રખ્યાત ભારતીય જનતા પાર્ટીમાં પક્ષના જ આગેવાનો અને કાર્યકરોના બળવાને ગંભીરતાથી લઇ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આવા લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ કરેલ છે.આ બાબતે જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમારે જણાવેલ કે, સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન જીલ્લાના દરેક કાર્યકર્તા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અથાગ પરીશ્રમ કરી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ વિરોધી પ્રવૃતિ કરી પાર્ટીને નુકશાન કરનાર ૧ર જેટલા આગેવાનો કાર્યકરોને પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત કરી પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં (૧) રવિભાઇ ગોહેલ (પૂર્વ પ્રમુખ - વેરાવળ નગરપાલિકા), (ર) ઉદયભાઇ શાહ (પૂર્વ ઉપપ્રમુખ - વેરાવળ નગરપાલિકા), (૩) પૂજાબેન શાહ (કાર્યકર), (૪) રમેશભાઇ ભુપ્તા (પૂર્વ નગરસેવક - વેરાવળ નગરપાલિકા), (પ) હરેશભાઇ સોલંકી- (વેરાવળ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ), (૬) નાથાભાઇ લાડવા (કાર્યકર), (૭) અરવિંદભાઇ સોલંકી (કાર્યક્રર) તમામ વેરાવળના તથા (૮) નરસિંહભાઇ જાદવ (પૂર્વ પ્રમુખ સુત્રાપાડા તાલુકા ભાજપ), (૯) જગદીશભાઇ બારડ (સુત્રાપાડા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ) બંન્ને રહે.સુત્રાપાડા, (૧૦) પ્રતાપભાઇ મહિડા (કોડીનાર ભાજપના પૂર્વ મહામંત્રી), (૧૧) વિશાલભાઇ ગાધે (કાર્યકર) (૧ર) બાબુભાઇ ગાધે (કાર્યક્રર) રહે.કોડીનાર વિસ્તારને સસ્પેન્ડ કરાયા છે.  અત્રે નોંધનીય છે કે, ભાજપ પક્ષ દ્વારા વેરાવળના સસ્પેન્ડ કરેલા પૂર્વ નગરપાલિકા પ્રમુખ રવિભાઇ ગોહેલ તથા પૂર્વ ઉપપ્રમુખ ઉદયભાઇ શાહે ગત ર૦૧પ ની ચૂંટણી સમયે પણ પાર્ટીથી નારાજ થઇ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી ત્યારબાદ ર૦૧૭ ની ચૂંટણી સમયે વેરાવળમાં યોજાયેલી સભામાં ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બન્નેને કેસરી ખેસ પહેરાવી આવકાર્યા હતા ત્યારે હવે ફરી બન્નેએ ટીકીટ ફાળવણી થી નારાજ થઇ ભાજપ સામે ઉમેદવારી નોંધાવી છે જેને જીલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી ગણી બન્નેને સસ્પેન્ડ કર્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ વખત ની ચૂંટણીમાં આ બન્ને નેતાઓ કમાલ કરી શકે છે કે કેમ ?
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS