ગોંડલ પાલિકાની ચૂંટણીમાં ૨૦ બેઠક પર ભાજપનો કબજો

  • March 02, 2021 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ૨૦ એ ૨૦ બેઠક કબજે કરી છે જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની બેઠકમાં પણ કેસરિયો લહેરાય તેવી આશા પ્રબળ બની છે.ગોંડલ તાલુકા પંચાયતની ૨૨ બેઠકમાંથી એક બેઠક બિનહરીફ થઈ હતી જ્યારે પાલિકાની ૪૪ બેઠકમાંથી પાંચ બેઠક બિનહરીફ થઇ હતી. આજે સવારે મતગણતરી શરૂ થતાની સાથે જ પ્રારંભિક તબક્કાથી જ ભાજપના ઉમેદવારો આગેકૂચ કરી રહ્યા હતા.વોર્ડ ૧ માં ભાજપ ૪ ઉમેદવાર વિજેતા સાથે ગોંડલમાં વોર્ડ નંબર એકમાં ભાજપના ચાર ઉમેદવાર વિજેતા થયા છે.


ગોંડલ નગરપાલિકા ચૂંટણી મતગણતરી વોર્ડ ૭ માં ભાજપ ની પેનલ અને ગોંડલ નગરપાલિકા વોર્ડ નં. ૧ ભાજપની જીત થઈ છે. જેમાં અર્પણાબેન જીતુભાઇ આચાર્ય ને - ૨૮૩૨ રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજા ને - ૨૫૨૬ ગૌતમભાઈ રતાભાઈ સિંધવ -ને ૨૭૧૭ કાંતાબેન જયંતીભાઈ સાટોડીયા - ને ૨૭ મત મળ્યા હતા. વોર્ડ ન ૭ માં ઓમદેવસિંહ જાડેજા- ૨૬૯૩ જીગ્નેશભાઇ ઠુંમર - ૨૧૨૯ અને ૨ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા.


રાજકોટ જિલ્લા પંચાયત ની ગોંડલ ની ચારખડી પર ભાજપ ના ઉમેદવાર વિજેતા અમૃતભાઈ મકવાણા કોંગ્રેસ ના ઉમેદવાર દિનેશભાઇ પાતર ની હાર, રાજકોટ જિલ્લા પંચાયત ની ગોંડલ ની ચારખડી સીટ પર ભાજપ ના ઉમેદવાર વિજેતા અમૃતભાઈ મકવાણા કોંગ્રેસ ના ઉમેદવાર દિનેશભાઇ પાતર ની હાર થઈ છે.ગોંડલ નગર પાલિકા વોર્ડ નંબર ૮ માં ભાજપ ની પેનલની જીત થઈ છે.પ્રકાશભાઈ સાટોડીયા - ૨૨૬૦ રંજનબેન સરધારા -૨૦૭૮ ખુશ્બુબેન ભુવા - ૨૨૯૨ મનીષભાઈ ચણિયારા -૨૦૮૭ મત મલ્યા છે. ગોંડલ નગર પાલિકા વોર્ડ નંબર ૮ માં ભાજપ ની પેનલની જીત સાથે પ્રકાશભાઈ સાટોડીયા - ૨૨૬૦ રંજનબેન સરધારા -૨૦૭૮ ખુશ્બુબેન ભુવા - ૨૨૯૨ મનીષભાઈ ચણિયારા -૨૦૮૭ મત સાથે વિજય થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS