બેલેટ પેપરની મતગણતરી શરુ, 9 કલાકથી EVM ખૂલશે, મતગણતરી કેન્દ્રોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

  • February 23, 2021 08:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યની રાજકોટ સહિત 6 મહાપાલિકાઓમાં થયેલા મતદાન બાદ આજે મતગણતરી શરુ કરી દેવામાં આવી છે. સવારે 8 કલાકથી બેલેટ પેપેરના મતદાનની ગણતરી શરુ કરવામાં આવી છે. આ ગણતરી બાદ ઈવીએમના મતની ગણતરી શરુ થશે. સવારથી જ મતગણતરી કરનાર અધિકારીઓની સાથે રાજકીય પક્ષોના આગેવાનો પણ મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા હતા. મતગણતરી કેન્દ્રોએ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
 

હાલ તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપનું સાશન છે અને તે જળવાઈ રહેશે તેવો દાવો ભાજપ દ્વારા કરવામાં આવે છે તો બીજી બાજુ કોંગ્રેસને પણ સત્તા મળવાની આશા છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ સુરત, જામનગર, રાજકોટ સહિતની મહાનગરપાલિકામાં પોતાનું ખાતુ ખુલશે તેવા દાવા કરે છે. કોના દાવા સાચા છે અને કોના પોકળ છે તેનો અંદાજ કાલે બપોરે મળી જશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS