કુવાડવા રોડ પર ટ્રકની ઠોકરે બેન્ક કર્મચારી રફાળાની યુવતીનું મોત

  • February 23, 2021 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરની ભાગોળે કુવાડવા ગામના જુના માર્ગ પાસે એકટીવાને ટ્રકે પાછળથી ઠોકર મારતા આ અકસ્માતમાં બેંક કર્મચારી રફાળા ગામની યુવતીનું ઘટનાસ્થળે જ કમાટીભર્યુ મોત થયું હતું. બનાવ અંગે યુવતીના પિતાની ફરિયાદ પરથી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર કુવાડવા ગામ પાસેના જુના માર્ગ નજીક એકટીવા નંબર જીજે ૩ એલ.જે ૮૩૪૦ ને પાછળથી આવી રહેલા ટ્રક નંબર જીજે ૨૫ ટી ૮૫૬૬ એ ઠોકરે લેતા એક્ટિવા ચાલક યુવતી ટ્રકના સાઇડના વીલમાં આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

 


અકસ્માતમાં મોતને ભેટનાર એક્ટિવા ચાલક યુવતીનું નામ અંજુ સવજીભાઈ રાઠોડ(ઉ.વ ૨૭) હોવાનું માલુમ પડ્યું હતું.તેણી બે ભાઈ બે બહેનના પરિવારમાં મોટી હતી. રફાળા ગામે રહેતી આ યુવતી રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી એચડીએફસી બેંકની બ્રાંચમાં રીટેલ પોર્ટફોલિયો મેનેજર તરીકે નોકરી કરતી હતી. ગઈકાલ નોકરી પૂરી કર્યા બાદ રફાળા ગામે ઘરે પરત ફરી રહી હતી દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. ઘટના અંગે યુવતીના પિતા સવજી ભાઈ ભલાભાઈ રાઠોડ (ઉ.વ ૫૩) દ્વારા કુવાડવા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ પી.આઈ એન.એન.ચુડાસમા ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS