ભાગ્યલક્ષ્મી એજયુ. ચેરીટેબલ ટ્રસ્ટ-મહાપાલિકાના સહયોગથી વોર્ડ નં. 3-4માં રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ

  • April 07, 2021 11:24 AM 

વૈક્સિનેશન કરાવી મહામારી સામે લડવા રાજ્યમંત્રીનો અનુરોધ: કોરોના પ્રતિરોધક રસી જ આપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે: રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી શહેરના વોર્ડ નંબર 3 અને 4માંવેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ અનુરોધ કરતાં શહેરના વોર્ડ નં.3-4માં રહેતા 45 વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-19)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના પ્રતિરોધક વેકિસનેશન આપવામાં આવે છેતેમ જણાવતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના મહામારી  સામેની જંગ લડી રહ્યો છે ત્યારે હાલમાં ફરીથી બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી જઆપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે. ત્યારે વધુમાં વધુ લોકો આ રસી લઇ અને સુરક્ષિત બને તે માટે આ મેગા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા છે,  હજુ પણ વધુ લોકો આ જ રીતે જાગૃત બની તત્કાલ કોરોના પ્રતિરોધક રસી લઇ પોતે તથાપોતાના પરિવાર અને સમગ્ર જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપવાઅનુરોધ કર્યો હતો.

વોર્ડ નંબર-3માં પટેલ સમાજ ખાતે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સામાણી નરશીભાઇ દેવશીભાઇ ઉમર વર્ષ 105ના વયોવૃધ્ધે રસી લીધેલ હતી. આ તકે રાજયમંત્રી જાડેજા દ્વારા વયોવૃધ્ધ નરશીભાઇને કોરોના સામેના જંગમાં આગળ આવી રસી લેવા અને અન્ય લોકોને રસી મુકાવી પ્રોત્સાહિત કરવા બદલ રાજય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા. 

આ કેમ્પમાં વોર્ડ નં.3ના કોર્પોરેટરો સર્વ સુભાષભાઇ જોષી, અલ્કાબા જાડેજા, પરાગભાઇ પોપટ, પન્નાબેન રાજુભાઈ કટારીયા, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, વોર્ડ નં. 3ના પ્રમુખ અશ્વિનભાઇ છાપીયા, મહામંત્રી નરેન્દ્ર ગઢવી,વોર્ડ નંબર  4ના કોર્પોરેટર પૃથ્વીસિંહ ઝાલા, કેશુભાઇ માડમ, જડીબેન સરવૈયા, વોર્ડ નંબર  4ના પ્રમુખ વિજયસિંહ ગોહિલ, કિલ્લોલ સ્કુલના ધનશ્યામસિંહ ઝાલા તથા વેકશીન લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS