ભાણવડના હેડ કોન્સ્ટેબલનું કોરોનાની સારવારમાં મૃત્યુ

  • April 18, 2021 01:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ બેડામાં શોકની લાગણી: મૃતકને ગાર્ડ ઓફ ઓર્નર અપાયું

કોરોના એ ચારેબાજુ કાળો કેર વતર્વ્યિો છે, પોઝીટીવ કેસના ઉછાળાથી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે અને પરિસ્થિતિ દિવસે દિવસે વકરી રહી છે, ગઇકાલે જામનગરના પોલીસ કર્મચારીનું કોરોનાના કારણે નિધન થયું હતું, દરમ્યાનમાં દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીનો કોરોનાએ ભોગ લેતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. મૃતક પોલીસ કર્મચારીને ગાર્ડ ઓફ ઓર્નર આપી અંતિમ વિધિની કરવામાં આવી હતી.

કાતિલ કોરોનાએ ફુંફાળો મારતા જામનગર સહિત રાજ્યમાં પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે, મૃત્યુ દર વધી રહ્યો છે, આવી કપરી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે, બીજી બાજુ પોલીસ વિભાગમાં કોરોનાએ એન્ટ્રી આપી છે અને પોઝીટીવ કેસ નોંધાઇ રહ્યા છે.

ગઇકાલે જામનગર સીટી એ ડીવીઝનના કોન્સ્ટેબલનું કોરોનાના કારણે સારવારમાં મૃત્યુ થયું હતું, દરમ્યાનમાં દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મોહનભાઇ રામભાઇ સોલંકી (ઉ.વ. 33) નામના પોલીસકર્મીને કોવીડ રીપોર્ટ પોઝીટીવ આવતા ખંભાળીયા ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

ભાણવડના પોલીસકર્મીનું કોરોનાના કારણે સારવારમાં મૃત્યુ નિપજતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે, મૃતક પોલીસમેનને ગાર્ડ ઓફ ઓર્નર આપી અંતિમ વિધિ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS