ભાવનગરના ચેતન સાકરીયાનું શ્રીલંકા સામેની વનડે મેચમાં સ્થાન

  • July 23, 2021 09:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે શ્રીલંકા સામેની અંતિમ વનડે મેચમાં ભાવનગરના ચેતન સાકરીયાને સ્થાન મળ્યું. ચેતન સાકરિયાને સ્થાન મળતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો. ઉલ્લેખનીય છે કે IPL માં શાનદાર પર્ફોમન્સ આપી ચૂક્યો છે. 

 

ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનાર ભાવનગરનો બીજો ખેલાડી


આંતરરાષ્ટ્રીય મેચમાં ચેતન સાકરીયાને આજે સ્થાન મળતા તે ભાવનગરનો બીજો ખેલાડી બન્યો. આ પહેલા અશોક પટેલ ભારતીય ટીમ વતી મેચ રમી ચૂક્યા છે. ઓફ સ્પીનર અશોક પટેલે વર્ષ 1984માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓએ ટીમ ઈન્ડિયા વતી 8 વનડે મેચ રમી 7 વિકેટ ઝડપી હતી.


અશોક પટેલ બાદ ચેતન સાકરિયાએ ટીમ ઈન્ડિયા તરફથી રમનાર ભાવનગરનો બીજો ખેલાડી

 


ટીમ ઈન્ડિયમાં પસંદગી પામેલ સૌરાષ્ટ્રનો ચોથો સક્રીય ખેલાડી


ટીમ ઈન્ડિયામાં હાલ સૌરાષ્ટ્રમાં આવતા હોય તેવા ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ રમી રહ્યા છે. આજે શ્રીલંકા સામેની મેચમાં ભાવનગરના ચેતન સાકરીયાનું ડેબ્યૂ થતા આ સંખ્યા હવે ચાર પર પહોંચી છે. 23 વર્ષીય ચેતન સાકરીયા IPLમાં રાજસ્થાન રોયલ તરફ થી 7 વિકેટ લઈ ચુક્યો છે, આઇપીએલ ની પ્રથમ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનારા ભાવનગરના ચેતન સાકરીયાની ભારતની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021