બિહાર : પટના એઇમ્સમાં 384 ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મી કોરોના સંક્રમિત

  • April 22, 2021 07:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારમાં ઝડપથી કોરોના મહામારી ભયાનક સ્વરુપ ધારણ કરી રહી છે ત્યારે વધુ એક ચિંતાજનક સમાચાર મળી રહ્યાં છે કે પટના એઇમ્સમાં કોરના બોમ્બફાટ્યો છે. પટના એઇમ્સની અંદર 384 ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ થયો છે. પટના એઇમ્સના મેડિકલ સુપરિટેંડેંટે આજે બુધવારે જાણકારી આપતા કહ્યું કે હોસ્પિટલના અત્યાર સુધીમાં 384 નર્સ અને ડોક્ટરો કોરોવના પોઝિટવ થઇ ગયા છે.

 

 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કરોના વાયરસના કેસ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. મંગળવારે પહેલી વખત રાજ્યમાં એક દિવસની અંદર 10 હજાર કરતા વધારે કેસ નોંધાયા છે. કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે પંચાયત ચૂંટણીને ટાળવામાં આવી છે. એપ્રિલના અંતમાં રાજ્યમાં પંચાયત ચૂંટણી યોજાવાની હતી. જે હવે મોકુફ રાખવામાં આવી છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS