ભારત-USAના સંબંધો બન્યા વધુ ગાઢ, PM મોદી સાથેની બેઠકમાં બાઇડને કમલા હેરિસની માતાને પણ કર્યા યાદ

  • September 24, 2021 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઇ. આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણવામાં આવી રહી છે. વ્હાઇટ હાઉસમાં PM મોદી અને જો બાઇડેનની બેઠક દરમિયાન ભારતીય સમુદાયના લોકોને મોદી-મોદીના નારાઓ પણ લગાવ્યા હતા. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠક પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્વિટ કરતા કહ્યું કે, 'હું એક દ્વિપક્ષીય બેઠક માટે વ્હાઇટ હાઉસમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેજબાની કરી રહ્યો છું. હું બંને દેશો વચ્ચે ગાઢ સંબંધોને મજબૂત કરવા, એક સ્વતંત્ર અને ખુલ્લા ઇંડો-પેસેફિકને બનાવી રાખવા અને કોવિડ-19 થી માંડીને જળવાયુ પરિવર્તન સુધી દરેક વસ્તુ સામે લડવા માટે તત્પર છું. 


રાષ્ટ્રપતિ જો બાઈડેને વ્હાઈટ હાઉસમાં PM મોદીને કહ્યું કે, અમે તમને ખૂબ લાંબા  સમયથી ઓળખીએ છીએ. તેમણે કહ્યું કે આજે અમે ભારત-અમેરિકાના નવા અધ્યાયની શરુઆત કરી રહ્યા છીએ. 40 લાખ ભારતીય અમેરિકી દરરોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યા છે.

 

જો બાઇડને બેઠક દરમિયાન કહ્યું કે, હું લાંબા સમયથી માનું છું કે, યુએસ-ભારતના સંબંધ ઘણા વૈશ્વિક પડકારોને ઉકેલવામાં મદદ કરી શકે છે. હકીકતમાં 2006 માં જ્યારે હું ઉપરાષ્ટ્રપતિ હતો ત્યારે મેં કહ્યું હતું કે 2020 સુધીમાં ભારત અને અમેરિકા વિશ્વના સૌથી નજીકના દેશોમાં હશે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો કે, આજની દ્વિપક્ષીય સમિટ મહત્વપૂર્ણ છે. અમે આ સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં મળી રહ્યા છીએ. તમારું નેતૃત્વ ચોક્કસપણે આ દાયકાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ દાયકો ભારત અને અમેરિકા માટે ઘણો મહત્વનો બની રહેશે. ભારત અને અમેરિકા વચ્ચે મિત્રતાના સંબંધો વધારે મજબુત બનશે.

 

PM મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનને કહ્યું કે, વર્ષ 2014માં અને 2016માં મને તમારી સાથે વિસ્તારથી વાત કરવાની તક મળી હતી. એ સમયે ભારત-અમેરિકા સંબંધોને લઈ વિઝન પ્રેરક હતું. આજે રાષ્ટ્રપતિ તરીકે જે પગલા લઈ રહ્યા છો તેનું હું સ્વાગત કરુ છું.

 

જો બાઇડને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની માતાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, તે ભારતના છે. ઉપરાષ્ટ્રપતિની માતા પણ જાણીતા વૈજ્ઞાનિક હતા. વધુમાં કહ્યું કે આજના સમયમાં શાંતિ, સહિષ્ણુતાના મૂલ્યોની જરૂર છે. અમારી ભાગીદારી પહેલા કરતા પણ વધારે વધી રહી છે. 

 

વ્હાઇટ હાઉસમાં જો બાઇડન સાથેની મુલાકાત દરમિયાન લાયબ્રેરીની પણ મુલાકાત લીધી હતી. અને ત્યાં વિઝીટર બુકમાં સંદેશો લખી સાઇન પણ કરી હતી. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS