જૂનાગઢમાં ગુંડાગીરી: દંપતી અને વૃધ્ધ ઉપર છરી, પાઈપથી હુમલો

  • March 12, 2021 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ હાઉસિંગ બોર્ડ પાસે મહિલા સામે જોવા બાબતે થયેલ બોલાચાલીમાં લુખ્ખાગીરી ના બનાવમાં છરી બાજી અને લોખંડના પાઇપ વડે માર મારી ઈજા ગ્રસ્ત કર્યાની ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગે સી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હાઉસિંગ બોર્ડમાં રહેતા રેખાબેન વિવેકભાઈ જોષી હાઉસિંગ બોર્ડ પાછળની ગલીમાં થી રાત્રે જતા હતા ત્યારે ત્યાં મહાદેવ પાન પાસે ભરત, બાપુ તથા ભરત નો મિત્ર અને ત્રણ શખ્સો બેઠા હતા ત્યારે મહિલાની સામું જોવા બાબતે મહિલા તથા તેના પતિ વિવેક ભાઈ એ ત્રણેય શખ્સોને સમજાવવા જતા મહિલાના પતિને લોખંડના પાઇપ વડે માર મરવાના બનાવ સાથે સાથે આરોપી બાપુની માતા છરી લઇ ત્યાં પહોંચતાં આરોપીઓએ માતાના હાથમાંથી છરી લઇ મહિલાના પતિને મારવા જતાં બચાવવા વચ્ચે પડેલી ફરિયાદી રેખાબેન ને પગમાં તથા કમરના ભાગે છરી મારી આરોપીઓ નાસી ગયાનો નો બનાવ નોંધાયો હતો.બનાવ બાદ ત્રણેય શખ્સોએ મહિલાના પિતા સત્યનારાયણ કિસુ દાસ ને પણ ઘર બહાર બોલાવી લોખંડના પાઇપ વડે મારમારી ઇજાગ્રસ્ત કર્યાની અને મહિલા તેના પિતા અને પતિને જાનથી મારી નાખવાની પણ  પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS