કચ્છને 1 મિલીયન એકર ફિટ પાણી પહોંચાડવાનો મુખ્યમંત્રીનો નિર્ણય

  • July 05, 2021 08:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છ જિલ્લાને નર્મદાનું વધારાનું ૧ મિલીયન એકર ફિટ પાણી મળશે...મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે...મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂ. ૩૪૭પ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી ...કચ્છના ૬ તાલુકાઓના ૯૬ ગામોના ૩ લાખ ૮૦ હજાર લોકો અને ર લાખ ૩પ હજાર એકર જમીનને નર્મદા જળની સુવિધા  મળશે...કચ્છના ખેડૂતો-પ્રજાજનોની લાંબાગાળાની લાગણી-અપેક્ષા સંતોષવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો દ્રષ્ટિવંત અભિગમ છે...સરન જળાશય સહિત ૩૮ જળાશયોમાં નર્મદાના પાણી નાંખવાનું આયોજન કરવામાં આવ્યું છે...ચેકડેમ – તળાવોને પણ આ નર્મદા જળથી ભરી ભૂગર્ભ જળ ઊંચા લાવવામાં આવશે...પશુપાલકો-ખેડૂતોને પાણી મળતાં મબલક ઉત્પાદન મેળવી આર્થિક સમૃદ્ધિ થશે...પાણીના અભાવે પશુપાલકો-ઢોર ઢાંખરનું સ્થળાંતર અટકશે ...મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છને ફાળવાયેલા નર્મદાના પૂરના વહિ જતા વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણીનો મહત્તમ લાભ કચ્છને આપવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છને ફાળવાયેલા નર્મદાના પૂરના વહિ જતા વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણીનો મહત્તમ લાભ કચ્છને આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે....મુખ્યમંત્રીએ આ હેતુસર કચ્છ શાખા નહેરના કામોની હાલની સ્થિતી ધ્યાનમાં રાખીને હાલના તબક્કા ૧ અંતર્ગત રૂ. ૩૪૭પ કરોડના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે...મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જળસંપત્તિ વિભાગને કામો ઝડપથી હાથ ધરવાની સૂચનાઓ પણ આપી છે...આ કામો હાથ ધરાવાને પરિણામે હાલ પાણીની અછત ધરાવતા કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મૂંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ ૬ તાલકુાના ૯૬ ગામોની ર લાખ ૩પ હજાર એકર જેટલી જમીનમાં પાણીની સુવિધા પૂરી પાડી શકાશે...મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છના નાગરિકો-પ્રજાજનોની લાંબાગાળાની લાગણી, અપેક્ષા પરિપૂર્ણ કરવા કરેલા આ ઐતિહાસિક નિર્ણયને પરિણામે ૩ લાખ ૮૦ હજાર જેટલી માનવ વસ્તીને પણ નર્મદાના પાણીનો લાભ મળતો થવાનો છે...  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS