મુખ્યમંત્રીએ કર્યું ઉપરકોટ કન્ઝર્વેશન રિસ્ટોરેશન કામગીરીનું નિરીક્ષણ

  • July 21, 2021 08:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જૂનાગઢના પ્રવાસે હતા. તેમણે જૂનાગઢની ઐતિહાસિક વિરાસત એવા પૌરાણિક ઉપરકોટના કિલ્લાની મુલાકાત લીધી હતી. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ.45.91 કરોડના ખર્ચે ચાલી રહેલા ઉપરકોટના કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપરકોટમાં મુખ્ય પ્રવેશદ્વાર, નીલમ તોપ, રાણકમહેલ, અડી કડી વાવ, અનાજ કોઠા, બારૂદ ખાના, સાયકલ ટ્રેક તેમજ ર.પ કી.મી કિલ્લાની રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરી પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા પણ કરી હતી. 


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે જૂનાગઢ પ્રવાસન અને તીર્થ સ્થળોનું ધામ છે. રાજ્ય સરકાર દ્વારા ગીરનાર ક્ષેત્રમાં પ્રવાસન વિકાસની કામગીરી બાદ મકબરા અને ઉપરકોટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરકોટ જેવો હતો તેવો જ તેનું પુરાતત્વીય સ્ટ્ર્કચર જળવાઈ રહે તે રીતે પુનઃસ્થાપિત કરીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ટુરીઝમ વિકાસ અને સર્કિટને જોડીને વિકાસ લક્ષી કામગીરી થાય અને પર્યટકો માટે સુવિધા વધે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે પ્રમાણે પ્રોજેક્ટ પૂર્ણ થઈ રહ્યા છે એમ તેમણે કહ્યું હતું.

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે પ્રવાસન મંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા પણ ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રોજેક્ટ પૂર્ણ થયે રાજ્ય સરકારના પ્રવાસનને પ્રોત્સાહન આપવાની વિકાસ લક્ષી નીતિના પગલે પ્રવાસીઓને મુલાકાતીઓને જે વિશેષ સુવિધા મળવાની છે તે અંગે પરામર્શ કરી વિશેષ વિગતો આપી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS