CPM મહાસચિવ સીતારામ યેચુરીના પુત્રનું કોરોનાથી નિધન : 34 વર્ષના પુત્રને ગુમાવનાર પરિવાર શોકમગ્ન

  • April 22, 2021 09:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીના મોટા પુત્ર આશિષ યેચુરીનું કોરોના સંક્રમણથી નિધન થયું છે. ડાબેરી નેતાએ આ માહિતી ખુદ ટ્વિટર દ્વારા આપી છે.

 

 

સીતારામ યેચુરીએ ગુરુવારે ટિ્‌વટ કર્યું હતું કે ‘મારે ખૂબ દુ:ખ સાથે તમને જાણ કરવી પડી હતી કે કોવિડ-19ને કારણે આજે સવારે મે મારા મોટા પુત્ર આશિષને ગુમાવી દીધો છે. જેમણે અમને આશા આપી છે અને ડોકટરો, નર્સો, ફ્રન્ટલાઈન હેલ્થ વર્કરો, સેનિટેશન વર્કર્સ અને અન્ય લોકો કે જેઓ અમારી સાથે ઉભા રહ્યા છે, જેમણે તેની સારવાર કરી છે તેનો આભાર માનવા માંગુ છુ. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) એ વરિષ્ઠ નેતાના પુત્રના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે. તે 34 વર્ષનો હતો. પોલિત બ્યુરો સીતારામ અને ઈન્દ્રાણી, તેની પત્ની સ્વાતિ, તેની બહેન અખિલા અને શોકગ્રસ્ત પરિવારના અન્ય તમામ સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS