મોડપરમાં જૈન દેરાસરની દાનપેટીમાંથી રોકડની ઉઠાંતરી

  • September 15, 2021 11:02 AM 

દરવાજાનો નકૂચો તોડી તસ્કરો ત્રાટક્યા: પોલીસ દ્વારા કરાતી તપાસ

લાલપુર પંથકના મોડપરમાં આવેલા જૈન દેરાસરના નકૂચા તોડીને દાનપેટીમાંથી અંદાજે ૩૦ હજારની રોકડ ચોરી કરી ગયાની અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

લાલપુર તાલુકાના મોડપર ગામમાં જૈન દેરાસર, મંદિર ખાતે રહેતા અને સેવા પૂજા કરતા જયંતીલાલ રતિલાલ પુંજાણી ઉંમર વર્ષ 55 દ્વારા મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

વિગત અનુસાર ગત તારીખ 13 સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ જૈન દેરાસરનો મુખ્ય દરવાજો કોઈ સાધન વડે નકૂચા તોડી નાખી અંદર પ્રવેશ કરીને દેરાસરમાં રાખેલ દાન પેટીનું તાળું તોડી તેમાંથી આશરે અલગ અલગ દરની ચલણી નોટો મળી અંદાજે ૩૦ હજારની ચોરી કરીને લઇ ગયા હતા.

આ ફરિયાદના આધારે પડાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે આર સિસોદિયા અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS