ઓખા નગરપાલિકા સંચાલિત સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

  • February 27, 2021 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત ઓખા નગરપાલીકા સ્કૂલ પ્રાથમિક વિભાગમાં ધોરણ આઠ માં બંને વર્ગોમાં આજરોજ વિજ્ઞાન પ્રશ્નોત્તરી સાયન્સ પ્રશ્ર્નોતરીનુ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ આઠના બંને વર્ગોમાં કુલ 36 વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં ભાગ લીધેલ હતો. ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર સી .વી. રામન જેઓને ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં તેઓની શોધ માટે નોબલ પ્રાઈઝ મળેલું તે સન્માનમાં શાળા-કોલેજોમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર થતી હોય છે. અને વિદ્યાર્થીઓ વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરી ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. પરંતુ ગયા વર્ષે અને આ વર્ષે કોરોનાને કારણે પ્રદર્શન યોજાઇ શક્યું નથી.

ઓખા નગરપાલીકા સ્કૂલના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનમાં હોંશે હોંશે ભાગ લેતા હોય છે. ધોરણ 8 ના વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી પ્રીતિબેન ચાવડાએ આ વખત વિદ્યાર્થીઓને ઝીરો વેસ્ટ અંતર્ગત કંમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત શીખવી હતી જે શીખ્યા બાદ વિદ્યાર્થીનીઓ ઘરેથી કિચન વેસ્ટ લાવીને રીસેસમાં ડેમો રજૂ કર્યો હતો. કિચન વેસ્ટમાં શાકભાજીની છાલ સાથે સૂકા પાંદડાને ભેળવીને થોડી ખાટી છાશ ઉમેરી બરણીને દર અઠવાડિયે હલાવીને આશરે 25 દિવસમાં ખૂબ જ કીમતી એવું કમ્પોસ્ટ તૈયાર થાય છે એ શીખવ્યું હતું. ધોરણ આઠ માં ક્વીઝ દરમિયાન વિદ્યાર્થીઓએ સવાલોના જવાબ ખૂબ જ ઉત્સાહપૂર્વક આપ્યા હતા અને શાળાના આચાર્યશ્રી મહેન્દ્રસિંહ જાડેજા એ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષિકાને અભિનંદન પાઠવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS