મોરબીની બે સિરામિક ફેકટરીમાં સેન્ટ્રલ આઇટી ટીમનું સર્ચ ઓપરેશન

  • February 27, 2021 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં આવેલ સિરામિક ફેકટરીઓમાં આઈટી અને જીએસટી વિભાગ દ્વારા અવારનવાર સર્ચ ઓપરેશન કરી ટેક્ષ ચોરી પકડવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબીની બે સિરામિક ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન ચલાવવામા આવી રહ્યું છે


બનાવની સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ મોરબીના પીપળી રોડ પર આવેલી કેગ અને ટેકોન એમ બે સિરામિક ફેક્ટરીમાં સેન્ટ્રલ આઈટી વિભાગ ટીમ પહોંચી છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જે સર્ચ ઓપરેશનમાં હિસાબો તપાસવામાં આવી રહ્યા છે અને ટેક્ષ ચોરી બહાર આવે તેવી સંભાવનાઓ સુત્રો વ્યક્ત કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ ખાતે દરોડા પડ્યા હોય જેના અનુસંધાને મોરબીની સિરામિકમાં પણ સર્ચ ઓપરેશન ચાલતું હોવાનું સુત્રો જણાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS