જામનગરમાં વિશ્ર્વ મહિલા દિવસ નિમિતે મહિલાઓની ગરિમાને ખંડિત કરતા ડીજીટલ મીડીયાને ચેકમેટ

  • March 04, 2021 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બટુકભાઈ ખંઢેરીયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા જામનગરની મહિલા સંસ્થાઓ દ્વારા મહિલાઓને ખોટી રીતે પ્રદર્શીત કરતી તથા કુટુંબના સભ્યો સાથે ન જોઈ શકાય તેવી અસંસ્કારી એડવટર્ઈિઝને લાલબતી ધરવા તા. 7 માર્ચ ને રવિવારના રોજ એક વર્ચ્યુઅલ મીટીંગનું આયોજન કરેલ હતું.

આવી જાહેરાતોનો વિડીયો ઉતારી તેમાં આપને શું અયોગ્ય લાગ્યુ અથવાતો તેમાં શું સુધાર લાવી શકાય તે સૂચવતો એક મીનીટનો પોતાનો વિડીયો બનાવી તા. પ માર્ચનાં સાંજે પ વાગ્યા સુધીમાં પ્રોજેકટ ડીરેકટર ન્યુ ડીવાઈન લેડીઝ કલબના પ્રમુખ ચેતનાબેન માણેક (9737ર0076પ) તથા સખી કલબ-ર ના પ્રમુખ અનસુયાબેન કનખરા (94ર980પપ91) ના વોટસએપ નંબર પર પહોંચાડવાના રહેશે. તે પછીની એન્ટ્રી ધ્યાને લેવામાં આવશે નહીં. નિણર્યિકો દ્વારા આ વિડીયોઝનું બારીકીથી નિરીક્ષ્ાણ ક્યર્િ બાદ પ્રથમ ત્રણ નંબર આપી અને વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે.

વિશ્ર્વ મહિલા દિવસ નિમિતે વિજયી મહિલા કોર્પોરેટરોેને વિવિધ મહિલા સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવશે. પ્રસાર માધ્યમને લગતા કાયદાની જાણકારી જાણિતા એડવોકેટ કલ્પના વ્યાસ તથા કીરણ શેઠની જુગલબંધીનું આયોજન કરેલ છે.  

આજનું યુવાધન આવી લોભામણી જાહેરાતોથી પ્રેરિત થઈ દિશાહીન થઈ આપણી સંસ્કૃતિને ભૂલી રહયું છે. તો આપણે સૌ સાથે મળીને આ ઝૂંબેશ ચલાવીએ આપણી લાગણી નિમર્તિાઓ સુધી પહોંચાડીએ અને  આવી જાહેરાતોને રોક્વાનો પ્રયત્ન કરીએ જેથી સુશિક્ષ્ાિત તથા સંસ્કારી સમાજનું ઘડતર કરી શકાય.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS