બર્ધન ચોકમાં વેપારીઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ: માર્કેટ બંધ કરાઈ

  • May 24, 2021 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મામલો સમજાવટથી થાળે પડ્યો
જામનગરના બર્ધનચોક વિસ્તારમાં ગઈકાલે વેપારીઓ અને પાલીસ વચ્ચે માસ્ક મુદ્દે ભારે ઘર્ષણ થતાં માર્કેટની દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. એ પછી મામલો થાળે પડતાં રાબેતા મુજબ દુકાનો શ થઈ ગઈ હતી.


બર્ધનચોક વિસ્તારમાં આવેલ સિંધી માર્કેટમાં દુકાનોમાં માસ્ક પહેરવા મુદ્દે અને સોશિયલ ડિસ્ટન્સ મામલે પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને વાત વણસી જતાં વેપારીઓએ રોષ વ્યકત કરી માર્કેટની દુકાનો બંધ કરી સિટી ‘એ’ ડિવિઝન દોડી ગયાં હતાં. એ પછી પોલીસ અધિકારીની દરમિયાનગીરીને લઈને મામલો થાળે પડ્યો હતો અને વાતાવરણ શાંત થતાં દુકાનો પુન: શ થઈ ગઈ હતી. બીજી બાજુ વેપારીઓએ પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અંગે ખાત્રી ઉચ્ચારી હતી અને આશરે એકા’દ કલાકની રકઝક બાદ વાતાવરણ શાંત થઈ ગયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS