જામનગરના વાતાવરણમાં પલ્ટો : તાપમાન 37 ડીગ્રી

  • May 15, 2021 11:08 AM 

અસહ્ય બફારા સાથે સાંજે 45 કીમીની ઝડપે પવન ફુંકાયો : તા. 17 અને 18 વરસાદ આવવાના પગલે તંત્ર બન્યું એલર્ટ

જામનગર સહિત હાલારના દરીયા કાંઠે તા. 17 અને 18ના રોજ વાવાઝોડુ આવવાની શકયતા હોય ગઇકાલ સાંજથી જ વાદળીયા વાતાવરણ વચ્ચે હવામાનમાં પલ્ટો આવ્યો છે, ગઇકાલની જેમ જ તાપમાન 37 ડીગ્રી રહયું છે પરંતુ ભારે વરસાદની આગાહી હોય તંત્ર એલર્ટ બન્યું છે.

ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 37 ડીગ્રી, ઓછામાં ઓછુ 26.8 ડીગ્રી, હવામા ભેજ 76 ટકા અને પવનની ગતી 40 થી 45 કીમી રહી હતી.

એક તરફ લોકડાઉન જેવી સ્થીતી છે, બીજી તરફ બજારમાં પણ ગરમીના કારણે ઘરાકી ઓછી જોવા મળી છે, ગરમીના લીધે લોકો ભારે અકળાઇ ઉઠયા છે  ગઇકાલે અને આજે વહેલી સવારે ફરીથી અસહ્ય ગરમી જોવા મળી છે, સંભવીત તૌકતે વાવાઝોડાના પગલે બંને જીલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, કયાંક છુટા છવાયા ઝાપટા પડે તેવી પણ શકયતા છે.

લોકો ઠંડા પીણાનો સહારો લઇ રહયા છે, એસી અને પંખા પુરજોશમાં ઓન થઇ ચુકયા છે, લોકો લીંબુ પાણી, ગ્લુકોઝ પાણી અને નાળીયેર પાણીનો સહારો લઇ રહયા છે જો કે હવામાન ખાતાના જણાવ્યા મુજબ કેટલાક ગામડામા થોડા વાદળા છે પરંતુ હજુ બે દિવસ સુધી આ પ્રકારનો માહોલ રહે તેવી શકયતા છે. ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ ધીરે ધીરે વધી રહયું છે.

ગઇકાલે સાંજે વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો હતો અને સાંજ પડયે ઠંડો પવન ફુંકાયો હતો અને પવનની ઝડપ પ્રતી કલાક 45 કીમીએ પહોંચી હતી. જામનગરમાં અસહય ગરમીના કારણે લોકો કંટાળી ગયા છે, ચારે કોર ગરમીનો માહોલ છે જો કે કેટલાક ગામડાઓમાં આજે પણ વાદળા છવાયા હતા જેને કારણે લોકો ખુબ જ હેરાન, પરેશાન થઇ ગયા હતા.

આજે સવારે કેટલાક ગામડાઓમાં વાદળીયુ વાતાવરણ જોવા મળ્યું છે જો કે ગઇકાલની જેમ બફારો તો યથાવત રહયો છે, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા થોડી રાહત થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS