જામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના બીજા દિવસે બંધ જડબેસલાક

  • April 18, 2021 01:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્રેઇન માર્કેટ, ચાંદીબજાર, ટાઉનહોલ, લીમડાલાઇન, બર્ધનચોક, સુપર માર્કેટ, ઉદ્યોગનગર સહિતના વિસ્તારોમાં દુકાન-વ્યવસાયો બંધ રખાયા: દુકાનદાર-વેપારીઓ સહિતના લોકોએ કોરોના પ્રત્યે દશર્વિી જાગૃતતા

જામનગરમાં કોરોના બેકાબૂ થતાં કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં એટલો વધારો થયો કે સરકારી કોવીડ હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ થઇ જવા પામી, તંત્ર દ્વારા કોરોનાની સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અંગે શહેરીજનોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે, જ્યારે બીજી બાજુ જામનગરના તમામ વેપારી એસો. દ્વારા કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે ત્રણ  દિવસના સ્વૈચ્છિક બંધના અપાયેલા એલાનના પગલે આજે બીજા દિવસે શહેરના ગે્રઇન માર્કેટ, ચાંદીબજાર, ટાઉનહોલ, લીમડાલાઇન, ઉદ્યોગનગર સહિતના વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા, કોરોનાની ગંભીરતાને ઘ્યાને લઇ વેપારીઓની સાથોસાથ શહેરીજનોએ પણ જાગૃતતા દાખવી તેમની ચહલપહલ કરવાની પ્રવૃતિને વતેઓછે અંશે કાબુમાં લીધી છે, જેના કારણે શહેરના માર્ગો પણ સૂમસામ બની જવા પામ્યા છે, શહેરમાં આવેલા આ આમૂલ પરિવર્તનના પગલે કોરોના સંક્રમણની ચેઇન તોડવામાં સફળતા સાંપડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ, સીઝન એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસો., વેપારી મહામંડળ, ફેકટરી ઓનર્સ એસો., મોબાઇલ એસો., કાપડના વેપારીઓ સહિતના તમામ વેપારી એસો. દ્વારા જામનગરમાં કોરોનાની સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે કરવામાં આવેલા મનોમંથન બાદ એક માત્ર સ્વૈચ્છિક બંધ રાખવું હિતાવહ હોવાની બાબતો વેપારી એસો.ના હોદ્દેદારો વચ્ચે ચચર્મિાં આવી હતી. આ અંગે તમામે એસો.ના હોદ્દેદારો દ્વારા વિસ્તૃત ચચર્િ વિચારણાના અંતે જામનગરમાં શુક્ર, શનિ, રવિ એમ ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.

જામનગરના તમામ વેપારી એસો. દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સરકારી તંત્ર અને લોકોએ પણ સહર્ષ સ્વીકાર્યો હતો અને આ નિર્ણયને યોગ્ય દશર્વિવામાં આવ્યો હતો, દરમ્યાન ગઇકાલે શુક્રવારના પ્રથમ દિવસે સવારના અરસામાં થોડા સમય પૂરતા દુકાનદારોમાં પ્રર્વતેલી ગેરસમજ દૂર થતાં જામનગરમાં મોટાભાગના વિસ્તારોમાં બંધ પાળવામાં આવ્યો હતો. જેના કારણે શહેરની મુખ્ય બજારો અને માર્કેટો સૂમસામ જોવા મળી હતી, સાથોસાથ જાહેર માર્ગો પર દિવસ દરમ્યાન સર્જાતી ભીડભાડમાં પણ આમૂલ પરિર્વતન જોવા મળ્યું હતું.

દરમ્યાન આજે સતત બીજા દિવસે શનિવારે સવારથી શહેરની ગ્રેઇન માર્કેટ, ચાંદીબજાર, ટાઉનહોલ તમામ મોબાઇલ માર્કેટ સહિતની દુકાનો જડબેસલાક બંધ રહેવા પામી હતી, જ્યારે બર્ધન ચોક અને સુપર માર્કેટમાં આંશિક દુકાનો ખુલ્લી જોવા મળી હતી, આમ બન્ને વિસ્તારોમાં પ0 ટકા બંધને સફળતા સાંપડી હતી, આ ઉપરાંત બેડીગેઇટ વિસ્તારમાં પણ 40 ટકા જેટલી દુકાનો કાર્યરત રહેવા પામી હતી, જ્યારે મોટાભાગના વેપારીઓએ સતત બીજા દિવસે બંધને સંપૂર્ણપણે સહયોગ આપી તેમના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા, જેમના પરિણામે શહેરમાં સવારથી લોકોની ચહલપહલમાં પણ આમૂલ પરિર્વતન જોવા મળ્યું હતું.

શહેરના મુખ્ય માર્ગોમાં પણ ટ્રાફિક સમસ્યા નહીવત જોવા મળી ન હતી. જ્યારે જામનગરના ઉદ્યોગનગર, જીઆઇડીસી, ફેસ 1-2-3-4 સહિતના વિસ્તારોમાં પ્રથમ દિવસે સંપૂર્ણ બંધ રહ્યા બાદ આજે સતત બીજા દિવસે તમામ ઉદ્યોગો મહંદ અંશે બંધ રહ્યા હતા, કારખાનાઓમાં કામ કરતા મજુરોને ત્રણ દિવસ માટે રજા આપી દેવામાં આવી છે, જેના પગલે સમગ્ર ઉદ્યોગનગરમાં સૂમસામ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અવિરત ધમધમતા ઉદ્યોગનગરના માર્ગો પણ ટ્રાફિકવિહોણા સર્જાઇ જવા પામ્યા છે.

આમ, જામનગર શહેરમાં વિકરેલા કોરોનાના સંક્રમણની ચેઇન તોડવા માટે વેપારી અને શહેરીજનો દ્વારા બીજા દિવસે દશર્વિવામાં આવેલી જાગૃતતાના પગલે મોટાભાગનું સંક્રમણ અટકે તેવી શક્યતા જોવા મળી રહી છે. હજુ પણ દોઢ દિવસ સુધી અવિરત સ્વૈચ્છિક લોકડાઉનનો ચુસ્તતા પૂર્વક પાલન કરવામાં આવે તો કોરોનાના સંક્રમણને મહદ્દ અંશે ઘટાડી શકાય તેવી બાબતો પણ તજજ્ઞોમાં ચચર્ઇિ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS