વડનગર ખાતે 17 વર્ષબાદ રેલ સેવાનો પ્રારંભ

  • July 15, 2021 10:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 જુલાઈ શુક્રવારે પોતાના વતનમાં નવીનીકરણ પામેલા વડનગર રેલવે સ્ટેશન સહિત મહેસાણા – વરેઠાનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ અને વિદ્યુતિકરણ,  પુનઃનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન સહિત રેલવેનાં વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે.

 

રાજ્યમાં આવેલ ઐતિહાસિક નગરી વડનગરમાં 17 વર્ષ બાદ રેલ સેવાનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન તરીકે દેશ-વિદેશમાં જાણીતા વડનગરનો વૈભવ દિન પ્રતિદિન વધી રહ્યો છે. વડનગર પ્રાચીન નગરી અને પ્રધાનમંત્રીનું વતન હોવાની સાથે-સાથે વિકાસ-શીલ નગર પણ બની રહ્યું છે. ત્યારે વડનગર ખાતે 17 વર્ષ બાદ ફરી એકવાર રેલવેની સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મહેસાણા તારંગા બ્રોડ ગેજ લાઇન પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવ્યો છે. તો વડનગર ખાતે વિશેષ રૂપે વિવિધ સેવાઓથી સજ્જ અદ્યતન રેલવે સ્ટેશનનું નિર્માણ પણ કરવામાં આવ્યુ છે. આજે આ રેલવે સ્ટેશન પર CCTV કેમેરા, સ્વચ્છ શૌચાલય, સ્ત્રી- પુરુષની અલગ અલગ બેઠક વ્યવસ્થા, દિવ્યંગો માટેની વ્યવસ્થા, પ્રતિક્ષા કક્ષ વગેરે સુવિધાઓ સજ્જ કરાઈ છે. ત્યારે આવતીકાલે શુક્રવારે ગાંધીનગરથી મહેસાણા, વડનગર, ખેરાલુ થઈ વરેઠા સુધી જે ડેમુ ટ્રેન શરૂ થઈ રહી છે જેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ શુભારંભ કરાવવામાં આવશે. આમ આજે વડનગર પંથકના પ્રવાસીઓ માટે પરિવહનની ઉત્તમ સેવા પ્રાપ્ત થવા જતા સ્થાનિકો, આગેવાનો, ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીના વિકાસ કાર્યો માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS