આટકોટના કાનપર ગામે ૩ લાખનું જીરૂ સળગાવી નાખ્યાની ફરિયાદ

  • March 06, 2021 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટના કાનપર ગામે જૂના ઈશ્ર્વરિયાના વાડીના રસ્તે મહેશભાઈ મગનભાઈ કડેવાળ રાત્રે કોઈ અજાણ્યા ઈસમે વાડીમાં ઉપાડેલા જીરૂના ઢગલા પર આગ ચાંપી દેતા અંદાજે ૧૫૦ મણ જીરૂ બળીને ભસ્મ થઈ ગયું હતું. મહેશભાઈએ જણાવ્યું હતું કે, અમને રાત્રે બે વાગ્યે જાણ થતા અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આજુબાજુ વાડીના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પણ આગ કાબુમાં આવે તેમ નહોતી. અંદાજે ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. અમારે કોઈ સાથે વેરઝેર નથી છતાં અમારા જીરૂમાં કોઈ અજાણ્યા ઈસમે આગ લગાડી. આદિવાસી સાથે મારે ભાગમાં જીરૂ વાવેતર કર્યું હતું. આટકોટ પોલીસને જાણ કરતાં આટકોટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ આદરી હતી. સવારે અમારે આ જીરૂ, થ્રેસરથી કાઢવાનું હતું પણ રાત્રે બનાવ બન્યો હતો તેવું મહેશભાઈએ જણાવ્યું હતું.

હજુ થોડા દિવસ પહેલાં વીરનગરમાં વાડી વિસ્તારમાં આઠ વીઘા જીરૂ સળગાવી દીધું હતું જેનો આરોપી હજુ પકડાયેલ નથી ત્યાં ફરી કાનપર સીમમાં ખેડૂતનું જી‚ સળગાવી દેવામાં આવતા ખેડૂતોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS