ફોનના સ્ટોરેજથી ચિંતિત છો? આ રહ્યું સોલ્યુશન

  • January 23, 2021 01:26 AM 463 views

ફોનમાં ફોટો અને વિડીયો તો હોવાના જ પરંતુ તેનાથી હંમેશા સ્ટોરેજ ફુલ થતું હોય છે. મોબાઈલ આજે આપણી જિંદગીનો મહત્વનો હિસ્સો બની ગયો છે ત્યારે ઘણી વખતે આપણે આપણા ફોનથી જ તકલીફ થાય છે. ઘણીવખત ફોન હેંગ થઇ જાય છે અને તેનું મુખ્ય કારણ સ્ટોરેજની સમસ્યા હોય છે. જો તમારે પણ આવી સમસ્યા ઉભી થતી હોય તો અહી તેનો ઉકેલ આપવામાં આવ્યો છે.

 

 

સૌથી પહેલા તો ફોનમાં ક્લીનીગ એપનો ઉપયોગ કરવાનો બંધ કરવો. ફોનની મેમરી વધવાથી યુઝર્સ ક્લીનીગ એપનો ઉપયોગ કરતા હોય છે. તો તેના બદલે ગુગલ ફાઈલ એપનો ઉપયોગ કરો. આ ક્લીનીગ એપનું કામ કરે છે. તેમાં અનેક ચીજ છે જે એક સાથે જ જોવા મળે છે. જેમ કે જનક ફાઈલ, ડુપ્લીકેટ ફાઈલ, મીમ્સ, લાર્જ ફાઈલ વગેરે. તેના ઔપયોગથી ઘણું સ્ટોરેજ ઓછું કરી શકાય છે.

 

ટેમ્પરરી ફાઈલને ડીલીટ કરો: ફોનમાંક્રેશાને ડીલીટ કરવાથી પણ સ્ટોરેજમાં ઘટાડો કરી શકાય છે. તેના કારણે સ્ટોરેજએપમાં જઈને એપ્સ ઓપન કરો અને ક્રેશ ક્લીયર કરો. ક્રેશ ટેમ્પરરી ફાઈલ હોય છે. જે ફોનમાં ઘણી જગ્યા રોકે છે. ફોનના સ્ટોરેજમા જઈને એક સાથે તમામ ક્રેશ ફાઈલ ડીલીટ પણ કરી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application