ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ટીબી કમીટીની બેઠક સંપન્ન

  • June 29, 2021 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભુમિ દ્વારકા જિલ્લાને ક્ષય રોગ મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે જિલ્લાના ઈન્ચાર્જ મુખ્ય આરોગ્ય અઘિકારી તેમજ જિલ્લા ક્ષય અઘિકારી ડૉ. રાજ સુતારીયાના અઘ્યક્ષ સ્થાને ડીઆર-ટી.બી. કમીટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્‍લામાં વહેલી તકે ટીબીના દર્દીઓ શોઘાય, તેમને ત્વરિત સારવાર મળે અને દર્દીને નિક્ષય પોષણ યોજનાનો લાભ મળે તથા ગંભિર પ્રકારના ટીબીના દર્દીઓને જરૂર પડ્યે લેબોરેટરીની નિ:શુલ્ક તપાસ તેમજ દાખલ કરવાની સુવિઘા આપી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

હઠીલા ટીબીના દર્દીઓને દવાથી થતી આડઅસરો અને તેનું નિરાકરણ લાવવા આયોજન કરેલ. આ બેઠકમાં જનરલ હોસ્પિટલ, જામ-ખંભાલીયાના સુપ્રિટેન્ડન્ટ ડૉ. હરીશ માટાણી, ડૉ. પ્રકાશ ઘારવીયા, ડૉ. એલ.આર. કનારા, ડૉ. કેતન લીંબાચીયા વિગેરે હાજર રહેલ હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS