દ્વારકા જિલ્લામાં કોરોનાના અવિરત રીતે વધતા કેસ: નવા 11 દર્દીઓ નોંધાયા

  • April 06, 2021 07:25 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત રીતે વધતા જતા કોરોના પોઝિટિવ દર્દીઓમાં ગઈકાલે સોમવારે વધુ 11 કેસનો ઉછાળો નોંધાયો છે. જેમાં ખંભાળિયા તથા કલ્યાણપુરમાં ચાર- ચાર, દ્વારકામાં બે તથા ભાણવડના એક નવા દર્દી નો સમાવેશ થાય છે. આ વચ્ચે ત્રણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. જિલ્લામાં હાલ 77 એક્ટિવ કેસ હોવાનું જાહેર થયું છે. જો કે છેલ્લા ઘણા સમયથી વધતા જતા નવા કેસો વચ્ચે સરકારી ચોપડે મૃત્યુઆંકમાં એક પણ દર્દીનો વધારો નોંધાયો નથી..!!


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS