કોરોના : વિશ્વમાં સૌથી પહેલી ફાઈઝર વેક્સિન લેનાર મહિલાને અપાયો બીજો ડોઝ

  • December 30, 2020 11:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વભરમાં જે મહિલાને સૌથી પહેલા ફાઈજરની કોરોના વેક્સિન આપવામાં આવી હતી તેને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉતરી આયર્લેન્ડની એક ૯૦ વર્ષીય મહિલાએ ત્રણ સપ્તાહ પહેલા ફાઈઝર બાયો એન ટેકની કોવિડ ૧૯ વેક્સિન લીધી હતી. માર્ગરેટ કિનાનને વેક્સિનનો બીજો ડોઝ બ્રિટનનની કોવેન્ટ્રીમાં વિશ્વવિદ્યાલય હોસ્પિટલમાં આપવામાં આવ્યો છે. હોસ્પિટલનાં સીઈઓ એન્ડી હાર્ડીએ કહયું હતું કે માર્ગારેટનાં પરત આવવાથી હોસ્પિટલનાં લોકો ખુશ છે.

 

આ વેક્સિનનો હ્યુમન ટ્રાયલ પૂર્ણ થવા બાદ તે દુનિયાની પહેલી વ્યક્તિ છે જેને વેક્સિનેશન થયું છે. મધ્યબ્રિટનનાં કોવેન્ટ્રીમાં સ્થિત યુનિવર્સિટી હોસ્પિટલમાં મારગ્રેટ કીનાને સૌથી પહેલા ઓક્રોના વેક્સિન લઈને ગર્વ અનુભવી રહી છે. ત્યારે હોસ્પિટલનાં એન્ડી હાર્ડીએ કહયું હતું કે અમારા મહેનતુ કર્મચારી ટીકાકરણમાં સામેલ થયા તે દિવસથી માર્ગરેટ અને તેનો પરિવાર અમારા સંપર્કમાં છે. અમે ખૂશ છીએ કે હોસ્પિટલમાં છૂટી બાદ પણ માર્ગારેટ તેના ઘરે સ્વસ્થ રહ્યાં. વેક્સિનનું ઓઈ રીએકશન આવ્યું નથી અને તાજેતરમાં બીજો ડોઝ આપવામાં અવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS