કોરોના : WHOએ હર્બલ ટ્રાયલને આપી મંજૂરી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 કોરોના વાયરસે વિશ્વને પોતાના ભરડામાં લઈને વિજ્ઞાનીકોને પણ હંફાવી દીધા છે. WHO દ્વારા પણ કોરોના માટે અવારનવાર નિવેદનો બદલવામાં આવ્યા છે ત્યારે કોરોનાને નાથવો ખરેખર મુશ્કેલ બની ગયો છે. જો કે કોરોનાને ખતમ કરવા માટે વિશ્વભરના સંશોધકો સતત રિસર્ચ કરી રહયા છે ત્યારે WHOનું લાયસન્સ કેટલીક હર્બલ દાવાઓને ફેઝ  અને ફેઝ 2ના ટ્રાયલ માટે મંજૂરી આપશે.

 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને WHO આ નિર્ણય કોરોણાની મહામારીમાં હર્બલ દવાઓની સફળતાને ધ્યાને લઈને કર્યો છે. મસલન ઈબોલા અને સ્પેનિશ ફલૂ સમયે પણ હર્બલ દવાઓનો ઉપયોગ અસરકારક સાબિત થયો હતો. દુનિયાભરમાં જોવા મળ્યું છે કે હર્બલ મેડિસીન અને અલ્ટરનેટીવ ટ્રિટમેન્ટ થી કોવિદ 19 સામે લાડવાની શરીરની શક્તિઓમાં વધારો થાય છે. જેમાં ભારતની દવાઓ, ચીની નુસખાવાળી દવાઓ અને  આફ્રિકાના જંગલની જડીબુટ્ટીઓનો સમાવેશ થાય છે.

       

કોરોના સામે લડવામાં અનેક વાર આયુર્વવેદનો ઉલ્લેખ જોવા મળ્યો છે. ભારત સરકારે Ayushના માધ્યમથી અનેક ઉકાળા અને વિવિધ હોમિયોપેથીક દવાઓ વિશે પરિચય કરાવાયો છે. IIT દિલ્હીની ડાયલેબ અને જાપાનના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ ઈન્ડસ્ટ્રીયલ સાયન્સ અને ટેકનોલોજીના જણાવ્યા અનુસાર વાયરસથી લાડવા માટે અશ્વગંધા જડીબુટ્ટી સૌથી વધુ અસરકારક સાબિત થઈ છે. આવા જ કેટલાક તત્વો ન્યુઝઇલેન્ડની પ્રોપોલીસ હર્બમાંથી પણ મળ્યા છે. જે બોડીમાંથી વાયરસને ફેંકવા માટે એક સપ્તાહમાં અસર કરી શકે છે. કેનેડાની અને ઓસ્ટ્રેલિયાને એક કંપનીએ આ વેક્સિનનું કામ શરૂ કરી દીધું છે. જોકે જડીબુટ્ટીની બાબતમાં સૌથી પ્રાચીન હબ માનવામાં આવે છે.  જો હર્બલ થેરાપી અસરકારક સાબિત થશે અને અપનાવાશે તો તેમાં ભારતની સૌથી મોટી ભૂમિકા હશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS