જામનગરમાં કોરોનાના કેસો ઘટયા : 24 કલાકમાં 11 મોત

  • June 02, 2021 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ મૃત્યુઆંક 4469 : કુલ પોઝીટીવ કેસ 34090 : ડીસ્ચાર્જ 127: શહેરમાં ગઇકાલે 41 અને ગ્રામ્યમાં માત્ર 19 પોઝીટીવ કેસ આવ્યા : હોસ્પીટલમાં કેસો ઘટતા સ્ટાફને રાહત : મ્યુકરમાઇકોસીસના કેસો વઘ્યા : ત્રીજી લહેર આવે તો શું કરવું તેની તંત્ર દ્વારા તૈયારી

જામનગર શહેર, જીલ્લામાં કોરોનાના કેસોમાં સારો એવો ઘટાડો થયો છે, પરંતુ મૃત્યુઆંક હજુ પણ 10 થી 15 વચ્ચે રહયા કરે છે, છેલ્લા 24 કલાકમાં કોવિડ હોસ્પીટલમાં 11ના મોત થયા છે, જો સંભવીત ત્રીજી લહેર આવે તો શું કરવું એ અંગે પણ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શ કરી દેવામાં આવી છે, જો કે મ્યુકરમાઇકોસીસના કેસોમાં પણ વધારો થતો જાય છે, ગામડાઓમાં કેસો ઘટયા છે તેવી રીતે શહેરમાં પણ પોઝીટીવ કેસની સંખ્યા 50 થી નીચે પહોંચી ગઇ છે.  અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 4469 થયો છે, જયારે કુલ પોઝીટીવ કેસની સંખ્યા 34 હજારને પાર કરી 34070 થઇ છે, ગઇકાલે વધુ 127 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જામનગર સહિત સમગ્ર હાલારમાં કોરોનાનો ડંખ સાવ ઓછો થઇ ગયો છે, સમગ્ર જીલ્લામાં માત્ર 60 પોઝીટીવ  કેસ નોંધાયા છે જેની સામે 127 ડીસ્ચાર્જ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં તો લાંબા સમય બાદ માંડ 19 પોઝીટીવ કેસ નોંધાયા છે, ગામડાઓમાં કોરોનાનો કહેર ઘટતા લોકોમાં પણ હવે થોડુ જોમ આવ્યું છે.

જામનનગર શહેરમાં ગઇકાલે 1610 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં માત્ર 41 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જયારે ગ્રામ્ય વિસ્તારમાં 1052 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, અને માત્ર 19 વ્યકિત કોરોના સંક્રમીત થઇ હતી, જામનગર શહેરના 74 અને ગ્રામ્ય વિસ્તારના 53 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી, ગઇકાલે સરકારી ચોપડે એકપણ વ્યકિતનું મોત નોંધાયુ ન હતું. કોરોના દરમ્યાન લગભગ જીલ્લામાં સાતેક લાખ લોકોનું ટેસ્ટીંગ થયાનું બહાર આવ્યું છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 389430 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે, જયારે ગ્રામ્ય વિસ્તારમાં 286434 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS