કોરોના ઈફેક્ટ : ઘણા લોકો છોડી રહ્યાં છે સ્મોકિંગ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાકાળમાં કોઈ રાહતના સમાચાર મળે તો ખૂબ આનંદ થાય છે. નાનામાં નાની વાત મોટી ખુશી આપે છે ત્યારે આ  વાત પણ આવો આનંદ આપનારા જ સાબિત થઈ રહી છે.

 

યુસીએલ સ્મોકિંગ ટુલકીટનાં સ્ટડી અનુસાર  આ વર્ષે મેળવવા, પાર્ટીઓ અને લોકડાઉનમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી ત્યારે બીડી અને સિગરેટ મળી રહ્યા નહતા. ઉપરાંત કોરોનાની મહામારીથી બચવા માટે, ઇમ્યુનીટી સિસ્ટમને બુસ્ટ કરવા માટે લોકો બીડી અને સિગરેટ છોડી રહ્યા છે.

 

સર્વે અનુસાર ફ્રાંસ અને બ્રિટનમાં સ્મોકારોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૯મા ૧૬.૨ ટકા લોકો સ્મોકિંગ છોડવા ઈચ્છતા હતા ત્યાં હવે ૨૩.૨ ટકા લોકો સ્મોકિંગ છોડવા ઈચ્છે છે. સંશોધકોનું કહેવું છે કે હવે બ્રિટનમાં લગભગ ૧૦ લાખ લોકોએ સ્મોકિંગ છોડ્યું છે. લોકો પોતે જ જાગૃત થયા છે અને પોતાની હેલ્થનું ધ્યાન રાખી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS