કોરોના સંક્રમિત થયો અર્જુન રામપાલ : હોમકોરોન્ટાઈન થઈને લઈ રહ્યો છે સારવાર

  • April 18, 2021 09:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસના ફેલાતા જતા સંક્રમણને લીધે અનેક બોલિવૂડ સ્ટાર્સ કોરોનાની ઝપટે આવી ગયા છે. ત્યારે શનિવારે લોકોની ખૂબ મદદ કરતા કોરોના સોનુ સુદ કોરોનાથી સંક્રમિત થયા અને આજે આવા જ બોલિવૂડના વધુ એક અભિનેતા એટલે કે અર્જુન રામપાલ પણ કોરોના સંક્રમિત થયા છે. આ ખબર ખુદ અર્જુન રામપાલે તેના સોશિયલ મીડિયા ઉપર આપી હતી.

 

 

અર્જુન રામપાલે પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, મારો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે મને કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. પરંતુ હું હોમકોરોન્ટાઈન થઈને ઘરે જ જરૂરી સારવાર લઈ રહ્યો છું. હું તમામ નિયમોનું પાલન કરી રહ્યો છું. છેલ્લા દસ દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે પણ પોતાનો ટેસ્ટ કરાવી અને જરૂરી સાવધાની રાખે. આ અત્યંત કપરો સમય છે, પરંતુ થોડા સમય માટેની આપણી સાવધાની લાંબા સમયેનો લાભ આપી શકશે. એક સાથે આપણે કોરોના સામે લડવાનું છે અને લડીશું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS