કોરોના આપણી ધીરજ અને સહનશક્તિની પરીક્ષા લઇ રહ્યો છે : મનકીબાતમાં બોલ્યા મોદી

  • April 26, 2021 04:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. મન કી બાતની આ 76મી શ્રેણી હતી. સંબોધનની શરૂઆતમાં તેમણે કહ્યું કે આજે તમારી સાથે મન કી બાત એક એવા સમયે કરી રહ્યો છું જ્યારે કોરોના આપણા બધાના ધૈર્ય, દુ:ખ સહન કરવાની સીમાની પરીક્ષા લઈ રહ્યો છે. આપણા પોતાના, આપણને કસમયે છોડીને જતા રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે હાલ કોરોના વિરુદ્ધ દેશના ડોક્ટર અને હેલ્થ વર્કર્સ ખુબ મોટી લડત લડી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં તેમને આ બીમારી અંગે દરેક પ્રકારના અનુભવ પણ થયા છે.

 

 

પીએમ મોદીએ કહ્યું કે હાલ આપણે આ લડતને જીતવા માટે એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિક સલાહને પ્રાથમિકતા આપવાની છે. રાજ્ય સરકારના પ્રયત્નોને આગળ વધારવામાં ભારત સરકાર સંપૂર્ણ તાકાતથી લાગી છે. રાજ્ય સરકારો પણ પોતાની જવાબદારી નિભાવવાની કોશિશ કરી રહી છે. હાલના દિવસોમાં આ સંકટમાંથી બહાર આવવા માટે મારી અલગ અલગ સેક્ટર્સના એક્સપર્ટ સાથે, વિશેષજ્ઞો સાથે લાંબી ચર્ચા થઈ છે. આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રી હોય કે વેક્સીન મેન્યુફેક્ચર્સ હોય, ઓક્સિજન પ્રોડક્શન સાથે સંકળાયેલા લોકો હોય કે પછી મેડિકલ ફિલ્ડના જાણકાર હોય તેમણે સરકારને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે.

 

 

પીએમ મોદીએ કહ્યું કે અનેક ડોક્ટર્સ સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાણકારી આપી રહ્યા છે. તેઓ ફોન, વોટ્સએપ ઉપર પણ લોકોનું કાઉન્સલિંગ કરે છે. અનેક હોસ્પિટલોની વેબસાઈટ છે, જ્યાં કોરોના સંબંધિત અનેક જાણકારીઓ ઉપલબ્ધ છે. ત્યાં તમે ડોક્ટર્સ સાથે પરામર્શ કરી શકો છો. જે ખુબ પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે હું બધાને આગ્રહ કરું છું કે જો તમારે કોઈ પણ જાણકારી જોઈએ, મનમાં પણ આશંકા હોય તો યોગ્ય સોર્સ પાસેથી જ જાણકારી લો. તમારા જે પણ ફેમિલી ડોક્ટર્સ હોય, આસપાસના જે પણ ડોક્ટર્સ હોય, તમે તેની સાથે ફોનથી સંપર્ક કરીને સલાહ લો.

 

 

રાયપુરની એક હોસ્પિટલના સિસ્ટર ભાવના ધ્રુવ સાથે પીએમ મોદીએ વાત કરી. તેમણે જણાવ્યું કે કોવિડ ડ્યૂટી લાગ્યા બાદ મારા પરિજનો ડરી ગયા હતા. હું કોવિડ દર્દીઓને મળી. તેઓ કોરોનાથી વધુ ગભરાયેલા હતા. તેમને સમજમાં નહતું આવતું કે આગળ શું કરશે. અમે તેમને એક સારો માહોલ આપ્યો. ધ્રુવે જણાવ્યું કે પીપીઈ કિટ પહેર્યા બાદ કેટલી સમસ્યા થાય છે.  પીએમ મોદીએ ફ્રન્ટલાઈન વર્કર્સના વખાણ કર્યા. તેમણે કહ્યું કે લેબ  ટેક્નિશિયન અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર ખુબ રિસ્ક લઈને કામ કરે છે. આ દરમિયાન તેમણે પ્રેમ વર્મા નામના એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર સાથે વાત કરી. તેમને તેમના અંગત અનુભવો વિશે પુછ્યું અને વખાણ કર્યા.

 

 

પીએમ મોદીએ અંતમાં મહાવીર જયંતિની શુભકામના પાઠવી અને તમામને કોરોના રસી લેવાની અપીલ કરી. તેમણે કહ્યું કે દવાઓ અને કડકાઈ પણ. આ મંત્ર ભૂલવાનો નથી. આ આફતમાંથી આપણે જલદી બહાર આવીશું. આપણે મળીને આ જંગ જીતીશું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS