જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોનાના મૃત્યુનો દર યથાવત: છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩ દર્દીના મૃત્યુ

  • July 01, 2021 10:27 AM 

જામનગર શહેર-ગ્રામ્યના 1-1 સહીત 2 પોઝેટીવ કેસ નોંધાયા: જ્યારે ૦૭ ડિસ્ચાર્જ થયા

જામનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે અંત તરફ જઇ રહી છે. અને માત્ર ગણ્યાગાંઠયા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. જેમાં ગઇકાલે જામનગર શહેરનો માત્ર ૧ અને ગ્રામ્ય ના પણ ૧ સહીત માત્ર ૦૨ દર્દી દાખલ થયા છે, જ્યારે છેલ્લા ૨૪ કલાક માં ૦૩ દર્દીઓના મૃત્યુ થયા છે.

સમગ્ર જીલ્લા માં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો દિનપ્રતિદિન નીચે ઊતરતો જાય છે, અને બે સપ્તાહ થી જામનગર શહેર અને જિલ્લાનો આંકડો સિંગલ ડીઝીટમાં આવ્યો છે.ઉપરાંત જામનગર શહેરના ૦૬ અને ગ્રામ્યના ૦૧ મળી ૦૭ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના નો પ્રકોપ સમાપ્તિ તરફ જતો જોવા મળી રહ્યો છે.

જામનગર જિલ્લામાં ગઈકાલે બપોર થી આજે બપોર સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં જામનગરના ધનજીભાઈ પોપટભાઇ મકવાણા (૭૯ વર્ષ) તેમજ પોરબંદરના ઘેલાભાઈ કચરાભાઈ (૬૦ વર્ષ) અને ખંભાળિયાના દીપકભાઈ સાયાણી (૫૭ વર્ષ) વગેરે ૦૩ દર્દીના મૃત્યુ નિપજયા છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરનો માત્ર ૦૧ પોઝિટિવ કેસ નોંધાયો હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૨,૧૮૯ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારનો પણ માત્ર ૦૧ પોઝિટિવ કેસ નોંધાયો હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૨,૪૨૪ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૫,૯૩૧ નો થયો છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૦૬ અને ગ્રામ્યના ૦૧ મળી ૦૭ દર્દીઓને રજા આપવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS