સરકારી રાહત : કોરોના પોઝિટિવ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે ફ્રી

  • April 19, 2021 12:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 દિવસેને દિવસે કોરોનાના કેસ ગુજરાત સહિત દેશભરમાં વધી રહ્યા છે. ત્યારે તંત્ર દેશને કોરોના મુક્ત કરવા માટે તમામ જરૂરી પગલાં લેઈ રહ્યું છે. રાજ્યમાં પણ રોજના 8 - 9હજારથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે રાહત આપવા એક મહત્વનો નિર્ણય લીધો છે.

 

 

ગુજરાત સરકારે આજે કરેલી જાહેરાત અનુસાર હવેથી કોરોના દર્દી મા કાર્ડ અને આયુષ્માન યોજનાનો પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ લાભ મેળવી શકશે. આ યોજના હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર બીલકુલ મફતમાં થઈ શકશે. એક તરફ હાલની પરિસ્થિતિના કારણે લોકોને આર્થિક મુશ્કેલી ઉભી થઈ રહી છે અને બીજી તરફ કોરોનાવાયરસની સારવારમાં ખૂબ મોટો ખર્ચ આવતો હોવાથી રાજ્ય સરકારે જનતાના ખિસ્સા ઉપર વધુ ભાર ના આવે તે વાતનું ધ્યાન રાખતા કોરોના પોઝિટિવ દર્દીની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં મા કાર્ડ અને આયુષ્માન યોજના હેઠળ પણ ફ્રી બનાવવાનો આવકારદાયક નિર્ણય લીધો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS