દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની પીછેહઠ: જિલ્લામાં એક પણ નવો દર્દી નહીં

  • March 13, 2021 10:06 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે કોરોનાનો એક પણ નવો દર્દી નોંધાયો નથી. જ્યારે દ્વારકાના પાંચ તથા ખંભાળિયાના ત્રણ દર્દીઓ મળી 8 દર્દી સ્વસ્થ થતાં જિલ્લામાં હવે ફક્ત 14 એક્ટિવ કેસ સારવાર હેઠળ રહ્યા છે. જ્યારે મૃત્યુનો કુલ આંક 85 નો યથાવત રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દિવસોમાં મહદ્ અંશે એકલ-દોકલ કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે અને જિલ્લામાં હાલ કોરોના વેક્સિનેશન કાર્યક્રમ પણ પૂરજોશમાં ચાલુ છે. અને મહારાષ્ટ્ર- પુના વિગેરે રાજ્યમાં કોરોના સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે. ત્યારે આ રાહતરૂપ આંકડાએ જિલ્લાના રહીશોમાં રાહતની લાગણી પ્રસરાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS