કોરોનાનો કહેર રાજ્યમાં નોંધાયા 400થી વધુ નવા કોરોના કેસ

  • March 02, 2021 09:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાણે કોરોના ચૂંટણીનું વેકેશન કરીને ફરીથી આવી ગયો હોય એવો માહોલ રાજ્યમાં બની રહ્યો છે. કોરોનાનો કહેર પહેલાની જેમ જ ફરીથી વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં દિવસેને દિવસે કોરોના અચાનક ઓછા થયેલા આંકડાઓ વધુ એક વખત વધી રહ્યાં છે.

 

કોરોનાના વધતા આંકડાએ વધુ એક વખત ચિંતા કરાવી છે. કારણકે રાજ્યમાં છેલ્લા દિવસથી 400થી વધુ નવા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 454 કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે આ દરમિયાન કોરોનાના કારણે મૃત્યુ થયું નથી.   સૌથી વધુ કોરોના કેસ અમદાવાદમાં 114, સુરતમાં 81, વડોદરામાં 74 અને રાજકોટમાં 45 નવા કેસ નોંધાયા છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસ વધીને 2522 થયા છે.  જ્યારે છેલ્લા 24 કલાકમાં 361  અને અત્યાર સુધીમાં કુલ 2,63,837 દર્દીઓ સ્વસ્થ થઈને તેના ઘરે પરત ફર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS