ખૂબ ઝડપથી કોરોના વેક્સિન આવશે : વડાપ્રધાનની મોટી જાહેરાત

  • December 05, 2020 12:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એ સર્વપક્ષીય બેઠક યોજી અને દેશમાં કોરોના વેક્સિનની સ્થિતિની સમિક્ષા કરી હતી. આ બાબતે પીએમ મોદીએ જણાવ્યું હતું કે દેશમાં આઠ કોરોના વેક્સિનની ટ્રાયલ ચાલુ છે. જેમાંથી વૈજ્ઞાનિકો દ્વારા લીલી ઝંડી મળ્યા બાદ તરત જ દેશમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

વડાપ્રધાને કોરોના વેક્સિન અને દેશમાં કોરોનાની સ્થિતિની વધુ વાત કરતા કહયું હતું એ ભારતમાં અન્ય દેશની સરખામણીએ કોરોનાનો મૃત્યુ ડર ઓછો છે સાથે સાથે રિકવરી રેટ સારો છે. ભારતનો સમાવેશ એવા દેશમાં થઈ રહ્યો છે જ્યાં સારા મેડીકલ સુવિધા ઉપલબ્ધ છે. આ દેશવાસીઓની અગમ્ય ઈચ્છાશક્તિનાં કારણે જ કોરોના સામેની લડાઈ લડવામાં મદદ મળી છે. કોરોના વેક્સિનનું પરિક્ષણ આખરી સ્ટેજમાં ચાલી રહ્યું છે અને ઝડપથી વેક્સિન આપણે મળી જશે. કોરોનાની વેક્સિન આવશે કે તરત આરોગ્ય કર્મચારી, દર્દીઓ અને વૃધ્ધોને પહેલા વેક્સિન આપવામાં આવશે તેમજ કોરોના વેક્સિનનાં ભાવ બાબતે રાજ્ય સરકારસાથે વાતચીત કરીને નિર્ણય લેવાનું વડાપ્રધાને જણાવ્યું હતું.

 

કોરોના વેક્સિનની સમીક્ષા માટે મળેલી સર્વપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રક્ષા મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી હર્ષવર્ધન, સંસદીય મંત્રી પ્રહલાદ જોષી અને રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલ સહિતના અનેક આગેવાનો હાજર રહ્યાં હતાં. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS