કોરોનાકાળ : બાળકને સ્તનપાન કરાવતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસે તો માતા અને બાળકને પણ જુદા કરી દીધા છે. ચારેબાજુ હા હા કાર મચાવી દીધો છે. સાવચેતી રાખવા લોકો માસ્ક, સેનિટાઈઝર અને ગ્લવ્ઝનો ઉપયોગ કરી રહ્યાં છે પરંતુ સૌથી વધુ ચિંતા એવા બાળકોની છે જે નવજાત છે અથવા સ્તનપાન કરે છે. આવા બાળકો માટે સાવચેતી અત્યંત જરૂરી બની જાય છે. જો તમે પણ નવી માતા બન્યા હોંઉ અને તમને પણ તમારા બાળકની ચિંતા હોય તો તમારે આ સાવધાની રાખવી જોઈએ.

 

જ્યારે તમે તમારા બાળકને હાથમાં લો ત્યારે એ પહેલા હાથ સાફ કરો.  ઘસીને લિકવિડ કે સોપથી હાથને સાફ કરવા જરૂરી છે. બાળક સાથે રમતી વખતે, તેની પાસે જતી વખતે, તેને જમાડતી વખતે માસ્ક પહેરી રાખો. બાળકને સ્તનપાન કરાવતી વખતે પણ માતાએ માસ્ક પહેરી રાખવું જોઈએ. જેથી સીધુ જ ઈંફેક્શન બાળકને લાગે નહીં.

 

બાળકના પથારી, કપડા અને ઘોડીયું જેવી તમામ જગ્યાએ જંતુ મુક્ત કરવી જોઈએ. અને બાળકની તમામ વસ્તુઓ પણ ગરમપાણીમાં ઉકાળીને સાફ કરવી જોઈએ. જો તમને શરદી કે તાવ કે એવું કશું જણાય તો બ્રેસ્ટ મિલ્ક પમ્પનો ઉપયોગ કરવો જોઈએ અને બાળકને સીધુ સ્તનપાન કરાવવાનું ટાળવું જોઈએ. આ દરેક પ્રાથમિક સાવચેતીની બાબતો છે, એ તો કરવી જ જોઈએ પરંતુ તમારા ડોક્ટરની સલાહ મુજબ જ કોઈ પણ પ્રકારની દવા લેવી જોઈએ. બાળકની સંભારની બાબતમાં પણ ડોક્ટરને સતત પૂછીને જ નિર્ણય લેવા જોઈએ.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS