સમજણમાં આત્મનિર્ભર બનવાની આવશ્યકતા : ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1 લાખને પાર : જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા

  • April 24, 2021 06:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોના સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. આજે કોરોનાના એક્ટિવ કેસ એક લાખને પાર થઈ ચુક્યા છે. હવે દરેક વ્યક્તિએ પોતાની સમજણમાં આત્મનિર્ભર બનવાની આવશ્યકતા છે અને કોરોના ગાઈડ લાઈનને ચુસ્ત રીતે પાલન કરવાની જરૂર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા પોઝિટીવ 13804  કેસ નોંધાયા છે.  જ્યારે 5618 દર્દીઓ સ્વસ્થ થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં 142 દર્દીના મોત થયા છે અને 384   દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 361493  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 6019 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 100128 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 77.30 ટકા થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS