ગુજરાત પાલિકા, પંચાયતની ચૂંટણીમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરુ

  • March 02, 2021 08:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામ આજે આવશે. મતગણતરી સ્થળે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરીની સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સવારે 8 કલાકથી બેલેટ પેપરથી મતગણતરી શરુ થઈ ગઈ હતી. કુલ 8473 બેઠકોમાંથી 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાંથી 237 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. અહીં તાલુકા પંચાયતમાં 2 બેઠક પર કોઈ આવેદન નથી કરવામાં આવ્યું. ગુજરાતની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે ચૂંટણીમાં રવિવારે 60 ટકાથી વધુ મતદાન થયું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS