ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડોન રવિ પૂજારીને લઈ અમદાવાદ પહોંચી

  • July 19, 2021 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રવિ પૂજારીને અમદાવાદ લાવવામાં આવ્યો છે. 20 જુલાઈના દિવસે રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ રવિ પૂજારીના રિમાન્ડની માગ કરશે. રવિ પૂજારી સેનેગલમાં એન્ટોની ફર્નાન્ડિઝના નામથી રહેતા હતો. રવિ પૂજારી સામે ધમકીઓ, ખંડણી, હત્યા સહિતના 200 ગુના દાખલ છે. ગુજરાતમાં રવિ પૂજારી સામે 30 ગુનાઓ નોંધાયા છે. બોરસદના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પાસે ખંડણી માગી હતી. સાથે સોપારી લઇ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.

 

વર્ષ 2017માં ચંદ્રેશ પટેલ નામના શખ્સે સોપારી આપી હતી. બોરસદમા કોર્પોરેશનની ચૂંટણી હારી જતા સોપારી આપી હતી. અગાઉ પોલીસે શાર્પસૂટર સુરેશ પિલ્લાઇની પણ ધરપકડ કરી હતી. સુરેશ પિલ્લાઇના સાગરીત શબ્બીર મોમિનની ધરપકડ કરાઇ હતી. આ સાથે ચંદ્રેશ પટેલના મિત્ર ઘનશ્યામની ધરપકડ કરી હતી. ગુનામાં ઘનશ્યામના સાઢુભાઈ શ્યામગીરી પણ સામેલ હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS