તાઉતે વાવાઝોડું સૌરાષ્ટ્રના ભૂભાગ પર ત્રાટકે ત્યારે પવનની ઝડપ ૧૯૦ કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે

  • May 17, 2021 11:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ ૧૦-૩૦ વાગ્યાના બુલેટીનમાં જણાવાયું છે કે આ સ્ટ્રોમ આજે રાત્રે  09:30 કલાકે તે  દીવથી પૂર્વે 25 કિ.મી. દૂર સ્થિત છે. 


''તાઉ તે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 16 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડાનો આઉટર ક્લાઉડ (બાહ્યાવર્તી ભારે વરસાદી વાદળા) સૌરાષ્ટ્ર ક્ષેત્ર ઉપર ઝળુંબી રહ્યા છે. આ વાવાઝોડાનું  કેન્દ્ર આગામી બે કલાકમાં દીવના પૂર્વેથી સૌરાષ્ટ્રમાં ગમે તે સમયે ઓળંગી જાય  તેવી શક્યતાઓ છે.  આ સમયે વાવાઝોડાના કેન્દ્રીય વિસ્તારોમાં પવનની ગતિ 160 થી 170  કિ.મી. પ્રતિ કલાક રહી શકે છે, જે 190કિ.મી/કલાક સુધી વધી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS