ધારી તાલુકાને ફાયર ફાઈટર વાહન ફાળવવા કરાયેલી માગ

  • March 04, 2021 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારી વિસ્તારમાં આગજનીની ઘટના બનાવવાની ઘટનાઓ વધી ગયેલ છે. હમણા-હમણા ધારી શહેર અને પરા વિસ્તારોમાં આગજનીના બનાવો બનવાના વધી ગયા છે. ધારી શહેરમાં હમણા-હમણા આગ લાગવાની ઘટનાઓ બનવાના કિસ્વાઓ વધી રહ્યા છે. આવા સમયે ચલાલા નગરપાલિકા-બગસરા નગરપાલિકા અને વિસાવદર નગરપાલિકા પાસેથી ફાયર ફાઈટર મંગાવવું પડે છે. ફાયર ફાઈટર આવવામાં સમય લાગવાના કારણે લાગેલી આગ વિકરાળ સ્વ‚પ ધારણ કરે છે અને જાત માલની મોટી નુકસાની કરે છે. આવી સ્થિતિમા ધારી ગામ પંચાયતને તાત્કાલિક ફાયર ફાઈટર વાહન ફાળવવાની ધારદાર માગણી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અતુલભાઈ કાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખીને કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS